કોરોના સંક્રમણ હવે બોલિવૂડમાં પણ જોવા મળી રહ્યું છે.. 92 વર્ષીય ભારત રત્ન ગાયિકાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં ICUમાં દાખલ કરાયા છે. બોલિવૂડમાં એક પછી એક સ્ટાર્સને કોરોના થઈ રહ્યો છે.. 92 વર્ષીય ગાયિકા ભારત રત્ન લતા મંગેશકરને પણ કોરોના થયો છે. તેમનામાં કોરોનાનાં હળવાં લક્ષણો છે અને તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICU માં એડમિટ છે.તો અર્જુન કપૂર તથા અંશુલા બાદ હવે ખુશી કપૂરને કોરોના થયો છે. જાહન્વી કપૂર તથા બોની કપૂર હાલમાં ક્વૉરન્ટીન છે. ‘બિગ બોસ’માં પોતાનો અવાજ અપાનાર અતુલ કપૂર પણ કોરોના પોઝિટિવ છે..
હૃતિક રોશનની એક્સ-વાઇફ સુઝાન ખાનને કોરોના થયો છે. સુઝાનને કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે. સુઝાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘બે વર્ષ સુધી કોવિડ 19નો સામનો કર્યા બાદ ત્રીજી લહેરમાં ઓમિક્રોન વેરિયન્ટ મારી ઇમ્યુન સિસ્ટમમાં આવી ગયો છે. ગઈ કાલે રાત્રે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેરબાની કરીને સલામત રહો અને પોતાનું ધ્યાન રાખો. આ ઘણો જ ચેપી છે.’. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં બોલિવૂડ-ટીવીના 40થી વધુ સેલેબ્સ કોરોનાનો ભોગ બન્યા છે.