ટી-20 વર્લ્ડ કપ 2021 પહેલા ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. હવે તેઓ સિનેમાઘરોમાં મોટા પડદા પર વર્લ્ડ કપનો આનંદ માણી શકશે. ટી 20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન યુએઈ અને ઓમાનમાં યોજાશે.
આ મેચ નવી દિલ્હી, મુંબઈ, પુણે અને અમદાવાદ સહિત 35 થી વધુ શહેરોમાં 75 થી વધુ સિનેમાઘરોમાં દર્શાવવામાં આવશે. કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વવાળી ભારતીય ટીમ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે તેની પ્રથમ મેચ રમશે.
આઈસીસી (ICC) મેન્સ ટી-20 વર્લ્ડકપ 2021 દરમિયાન ક્રિકેટ મેચોની લાઈવ સ્ક્રીનિંગના રાઈર્ટસ મળ્યા છે. PVR સિનેમાના અધિકારીએ જણાવ્યું હતું કે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સાથે તમામ ભારતીય મેચોની લાઇવ સ્ક્રીનીંગ માટે કરાર કર્યા છે, જેમાં આઇસીસી (ICC) મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2021ની સેમીફાઇનલ અને ફાઇનલનો સમાવેશ થાય છે.