ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે આજે ટી-20 વર્લ્ડકપની ફાઇનલ રમાશે. બંન્ને ટીમો અત્યાર સુધી એક પણ વખત ટી-20 વર્લ્ડકપ જીતી શકી નથી જેના કારણે ક્રિકેટ વિશ્વને આ વખતે નવો ચેમ્પિયન મળશે. ટુનામેન્ટમાં બંન્ને ટીમોની સફર શાનદાર રહી છે. બંન્ને ટીમોને ફક્ત એક વખત હારનો સામનો કરવો પડ્યો છે. જે રીતે બંન્ને ટીમો ફોર્મમાં છે તેને જોતા લાગી રહ્યું છે કે ફાઇનલ ખૂબ રોમાંચક રહેશે.
ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી પાંચ વન-ડે વર્લ્ડકપ જીત્યા છે પરંતુ એક પણ વખત ટી-20 વર્લ્ડકપ જીતી શક્યું નથી. બીજી તરફ ન્યૂઝિલેન્ડ પણ આઇસીસી ટુનામેન્ટમાં સારું પ્રદર્શન કરી રહી છે. કેન વિલિયમ્સનના નેતૃત્વમાં આ વખતે ન્યૂઝિલેન્ડ પ્રથમવાર ટી-20 વર્લ્ડકપ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ટી-20 વર્લ્ડકપમાં બંન્ને ટીમો એક વખત ટકરાઇ છે જેમાં ન્યૂઝિલેન્ડનો વિજય થયો હતો.