ટી 20 વર્લ્ડકપ (T20 WorldCup)માં ટીમ ઈન્ડિયાની રથ થંભી ગયો. રવિવારે ન્યુઝિલેન્ડે અફઘાનિસ્તાનને હરાવીને કરોડો ભારતીય ક્રિકેટ ફેંન્સનુ સપનુ તોડી નાંખ્યુ. ભારતને સેમીફાઈનલમાં પહોંચવા માટે અફઘાનિસ્તાનને આ મેચ જીતવી જરૂરી હતી. ભારત ટુર્નામેન્ટ જીતવાના પ્રબળદાવેદારી સાથે પહોંચી હતી. પરંતુ અંતિમ 4 સ્પોટમાં પણ પહોંચી શકી નહી. 9 વર્ષ બાદ ICC ઈવેન્ટના સેમીફાઈનલમાં ભારતીય ક્રિકેટ ટીમ જગ્યા બનાવી શકી નથી. આવું પહલાં 2012ની સાલમાં શ્રીલંકામાં યોજાયેલા ટી 20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સફર સેમીફાઈનલ પહેલાં જ પૂર્ણ થઈ ગયુ હતું.
2021 બાદ ટીમ ઈન્ડિયા 2013માં ICC ચેમ્પિયન ટ્રોફી જીત્યુ હતુ અને પછી 2017ની સાલમાં રનઅપ રહી હતી. અને 2019ની સાલમાં સેમીફાઈનલ સુધી સફર હતી. તો 2014ના ટી 20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ઉપવિજેતા રહ્યુ હતુ અને 2016ની સાલમાં ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી હતી. આટલી ઈવેન્ટ બાદ વિરાટ કોહલીના હાથમાં ભારતીય ટીમનું નેતૃત્વ આવ્યુ અને 2021 ની સાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ સુધીની સફર કરી હતી જેમાં તેણે ન્યુઝીલેન્ડે સામે હાર મળી હતી.
ભારતીય ટીમ T 20 વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી. પરંતુ મોટી ટુર્નામેન્ટ્સમાં સતત નિષ્ફળ જવાની ટીમ ઈન્ડિયાની કમજોરી બની રહ્યુ છે. ભારતીય ક્રિકેટ ટીમ 2013થી ICCની એક પણ ટ્રોફી નથી જીતી શકી. તે વખતે MSDHONIની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડમાં આયોજીત ટુર્નામેન્ટ પોતાના નામે કરી હતી.