ટી-20 વર્લ્ડકપમાં સૌથી મોટી મેચ 24 ઓક્ટોબરના રોજ રમાશે. વાસ્તવમાં રવિવારે ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે ટકરાશે. ક્રિકેટમાં જ્યારે આ બંન્ને ટીમો એકબીજા સામે ટકરાય છે ત્યારે ક્રિકેટનો રોમાંચ અલગ લેવલ પર હોય છે. ક્રિકેટના ચાહકો આ મેચની ખૂબ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આવો જાણીએ આ મેચમા પાકિસ્તાનમાં પ્લેઇંગ ઇલેવન શું હોઇ શકે છે?
ભારત સામે કેપ્ટન બાબર આઝમ અને વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન ઓપનિંગ કરશે. ફખર ઝમાન ત્રણ નંબર પર બેટિંગ કરશે. ત્યારબાદ અનુભવી બેટ્સમેન મોહમ્મદ હફીઝ ચાર નંબર પર અને શોએબ મલિક પાંચમા નંબર પર મેદાનમાં ઉતરી શકે છે.
વિસ્ફોટક બેટ્સમેન આસિફ અલી, ઓલરાઉન્ડર ઇમાદ વસીમ અને શાદાબ ખાન ફિનિશરની ભૂમિકા નિભાવશે. જ્યારે ઝડપી બોલિંગમાં હસન અલી, હારિસ રઉફ અને શાહીન શાહ આફ્રિદી જોવા મળશે.
પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ બાબર આઝમ (કેપ્ટમ) મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), મોહમ્મદ હફીઝ, શોએબ મલિક, આસિફ અલી, ઇમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી. હારિફ રઉફ અને શાહીન શાહ આફ્રિદી.