દુબઇઃ ટી-20 વર્લ્ડકપમાં વેસ્ટ ઇન્ડિઝની સતત બીજી મેચમાં હાર થઇ છે. સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટથી હાર આપી હતી. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડિઝે આઠ વિકેટ ગુમાવી 143 રન બનાવ્યા હતા જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ 18.2 ઓવરમાં બે વિકેટ ગુમાવી 144 રન બનાવી લીધા હતા.
સાઉથ આફ્રિકાની શરુઆત ખરાબ રહી હતી અને પહેલી જ ઓવરના છેલ્લા બોલ પર કેપ્ટન બાઉમા 2 રન બનાવીને રન આઉટ થયો હતો. બીજી વિકેટ માટે રીઝા હેન્ડ્રિક્સ અને રેસી વાન ડેર ડૂસને 49 બોલ પર 57 રનની પાર્ટનરશીપ કરી હતી.
આ અગાઉ વેસ્ટ ઇન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ ત્રણ ઓવરમાં ટીમનો સ્કોર માત્ર 6 રનનો હતો. જોકે ત્યાર બાદ એવિન લુઇસે આક્રમક વલણ અપનાવ્યું હતુ અને પ્રથમ વિકેટ માટે લેન્ડલ સિમન્સ સાથે 73 રન જોડ્યા હતા. લુઈસ 56, નિકોલસ પૂરન 12, સિમન્સ 16 , ક્રિસ ગેઇલ 12, શિમરોન હેટમાયર અને પોલાર્ડ 26 રન બનાવી આઉટ થયો હતો.