આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇપ્રોફાઇલ મુકાબલો રમાશે. બંન્ને ટીમો વર્લ્ડકપની પ્રથમ મેચ રમશે. આ મેચ જીતવા માટે ટીમ ઇન્ડિયા ફેવરિટ ગણાય છે પરંતુ ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનના આ પાંચ ખેલાડીઓથી સાવધ રહેવું પડશે કારણ કે આ ખેલાડીઓ એકલા હાથે મેચનું પાસું પલટવા સક્ષમ છે.
બાબર આઝમ
અનેક ક્રિકેટ એક્સપર્ટ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ કરે છે. આઝમ 2012માં પાકિસ્તાનની અંડર-19ના કેપ્ટન રહી ચૂક્યો છે. બાબર આઝમે 61 ટી-20 મેચમાં 2204 રન બનાવ્યા છે. તેનો હાઇએસ્ટ સ્કોર 122 છે. જ્યારે તેનો સ્ટ્રાઇક રેટ 130.65નો છે. બાબર આઝમના નામે 20 અડધી સદી નોંધાયેલી છે.
મોહમ્મદ હફિઝ
મોહમ્મદ હફિઝ પાકિસ્તાના અનુભવી ઓલરાઉન્ડર છે. તે પાકિસ્તાનના શ્રેષ્ઠ બેટ્સમેનમાં સામેલ છે. તે ફિનિશરની પણ ભૂમિકા નિભાવી શકે છે. સાથે સાથે તે ઓફ સ્પિન બોલિંગ પણ કરી શકે છે. હફિઝે 113 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં તેના નામે 2429 રન છે.
હસન અલી
વર્ષ 2017માં પાકિસ્તાન ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. આ ટુનામેન્ટમાં ઝડપી બોલર હસન અલીનો સિંહ ફાળો હતો. મિડલ ઓવર્સમાં વિકેટ લઇને વિરોધી ટીમને કંન્ટ્રોલમાં રાખી શકે છે. તેણે 41 ટી-20 મેચમાં 52 વિકેટ ઝડપી છે.
મોહમ્મદ રિઝવાન
પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન હાલમાં શાનદાર ફોર્મમાં છે. તે વર્લ્ડકપમાં ભારત માટે ખતરો સાબિત થઇ શકે છે. તેણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ અણનમ 104 રનની ઇનિંગ રમી હતી. રિઝવાને 43 ટી-20 મેચ રમી છે જેમાં 1065 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 129.09નો રહ્યો છે.
શાહીન શાહ આફ્રિદી
પાકિસ્તાનના ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી કોઇ પણ બેટિંગ લાઇનઅપને તોડવા માટે સક્ષમ છે. તેણે અત્યાર સુધી 30 ટી-20 મેચ રમી છે જેમાં તેણે 32 વિકેટ ઝડપી છે.