ટીવીના જાણીતા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ‘જેઠાલાલ ચંપકલાલ ગડા’ એટલે કે દિલીપ જોશીની દીકરીના લગ્ન યોજાશે. વેબસાઇટ ‘કોઈમોઈ’ના રિપોર્ટ પ્રમાણે ‘તારક મહેતા’ દિલીપ જોશીની દીકરી નિયતિ જોશીનાં લગ્ન 11 ડિસેમ્બર, 2021ના રોજ યોજાઈ રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે નિયતિ જોશીનાં લગ્ન એક NRI મુરતિયા જોડે થઈ રહ્યાં છે.
દિલીપ જોશીને રિયલ લાઇફમાં એક દીકરો ઋત્વિક અને એક દીકરી નિયતિ એમ બે સંતાન છે. મળતી માહિતી પ્રમાણે દિલીપ જોશીની દીકરી નિયતિ બુક પબ્લિશિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નિયતિ જોશીનાં લગ્ન ભારે ધામધૂમથી મુંબઈની તાજમહાલ હોટેલમાં યોજાશે. આ લગ્ન સમારંભમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આખી ટીમ સામેલ થશે.