ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ગત છેલ્લા કેટલાય વર્ષોથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે. આ શોના તમામ કલાકારો દર્શકોના મનમાં આગવું સ્થાન ધરાવે છે. જેથી શોમાંથી કોઇ કલાકાર વિદાય લે ત્યારે દર્શકોને અકળાવે છે. શોમાં ઘણા સમયથી લીડ અભિનેત્રી દિશા વાકાણી જોવા મળતી નથી.
શોમાં દયાબેનનું પાત્ર ખુબ લોકપ્રિયતા મેળવી ચૂકેલું પાત્ર છે. પાત્ર ભજવનાર દિશા વાકાણીને લોકો આજે પણ એટલી જ મિસ કરે છે. આવામાં દિશાના ફેન્સ હંમેશા એ જાણવા માટે ઉત્સાહિત રહે છે કે તે આજકાલ શું કરી રહી છે અને ક્યાં છે.
View this post on Instagram
દિશાએ પુત્રીના જન્મ બાદ તેના ઉછેરને મહત્વ આપતા શોથી અંતર જાળવ્યું હતું અને હવે તે તેની પુત્રી અને પરિવારને જ પૂરેપૂરો સમય આપી રહી છે. આ બધા વચ્ચે દિશાનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને તેના એક ફેનપેજ ઉપર શેર કરવામાં આવ્યો છે.
આ તસવીરમાં દિશાને જોઈને તમે તેને ઓળખી નહીં શકો. આ ફોટામાં તે મેકઅપ વગરના લૂકમાં જોવા મળી રહી છે. તેના ખભે તેની નાની પુત્રી સૂતી જોવા મળી રહી છે. અભિનેત્રીના ચહેરા પર થાક પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. દિશાએ 2017 નવેમ્બરમાં દિકરીને જન્મ આપ્યો હતો.