મુંબઇઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’માં ‘ટપુ’નું પાત્ર ભજવતો એક્ટર રાજ અનડકટ શો છોડવાનો છે. આ માટે પેપર પ્રોસેસ થઈ ગઈ છે. ‘ઇટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે રાજ અનડકટનો કોન્ટ્રાક્ટ પણ રિન્યૂ નથી કરવામાં આવ્યો. રિપોર્ટ પ્રમાણે છેલ્લા ઘણા સમયથી રાજ શો છોડવાનું વિચારી રહ્યો હતો અને આ માટે તેણે પ્રોડક્શન હાઉસને વાત પણ કરી હતી. શરૂઆતમાં સિરિયલના મેકર્સ તેને લઇને દુવિધામાં હતા. દરમિયાન રાજનો કોન્ટ્રાન્ક્ટ રિન્યૂ થવાનો હતો, પણ તેણે જાતે જ રિન્યૂ કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને રાજે આ શોને અલવિદા કહેવાનો નિર્ણય લીધો. એટલું જ ક્રિસમસ પછી તે સિરિયલમાં જોવા મળશે નહીં.
નોંધનીય છે કે તાજેતરમાં જ મુનમુન દત્તા તથા રાજ અનડકટ વચ્ચે અફેર હોવાની ચર્ચા જોરશોરથી ચાલી હતી. ‘ઇટાઇમ્સ’ના રિપોર્ટ પ્રમાણે, મુનમુન તથા રાજ એકબીજાના ગાઢ પ્રેમમાં છે. મુંબઈમાં જન્મેલા રાજે 2016માં ટીવી સિરિયલ ‘એક રિશ્તા સાંઝેદારી કા’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. માર્ચ, 2017 સુધી ‘તારક મહેતા..’માં ભવ્ય ગાંધી ટપુનો રોલ પ્લે કર્યો હતો.