‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ દિલીપ જોષીની દીકરી નિયતિ જોષીના લગ્ન 8 ડિસેમ્બરના રોજ નાસિકમાં યોજાયા હતા. આ લગ્નમાં પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો હાજર રહ્યાં હતાં.
નિયતિ જોષી તથા યશોવર્ધન મિશ્રાના લગ્ન નાશિકની ધ ગેટ વે હોટલ અંબાડમાં યોજાયા હતા. પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં દિલીપ જોષી દીકરી ને પત્ની સાથે ગરબા રમ્યા હતા. સિરિયલના પ્રોડ્યૂસર અસિત મોદી પણ સંગીત સેરેમનીમાં આવ્યા હતા. તેઓ પણ ગરબા રમ્યા હતા.