‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાનો રોલ પ્લે કરતી એટલે કે મુનમુન દત્તા હાલમાં વજન ઘટાડ્યું હતું. મુનમુને સોશિયલ મીડિયા પર પોતાના ટ્રાન્સફોર્મેશનની તસવીરો શેર કરી હતી. મુનમુને ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરવા ઉપરાંત પોતાના વેટ લૉસની જર્ની પણ શેર કરી હતી.
ઇન્સ્ટાગ્રામ પર બબીતાએ લખ્યું હતું કે, ડાયટ અને રેગ્યુલર એક્સર્સાઈઝ દ્વારા મારી બોડીમાં ફેરફાર જોવા મળ્યો છે. સૌથી સારી વાત એ છે કે, લગભગ ચાર મહિના સુધી વર્કઆઉટ ન કર્યા બાદ હવે મને વર્ક આઉટ કરવાની આદત પડી ગઈ છે. પરફેક્ટ બોડી અચીવ કરવામાં થોડો સમય લાગશે પરંતુ હું ટ્રેક પર છું અને આવું કરવા માટે મોટિવેટેડ પણ છું. આ એક જર્ની હશે જેના માટે હું ઘણી ઉત્સાહિત છું.
View this post on Instagram
નોંધનીય છે તે તાજેતરમાં જ બબીતાએ લગભગ 1.80 કરોડ રૂપિયામાં એક મકાન ખરીદ્યું હતું. મુનમુને પોતાના નવા ઘરની તસવીરો પણ શેર કરી હતી