મુંબઇઃ બબીતા જી ભલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમ હાલમાં કામ નથી કરી રહ્યા. પરંતુ તેમની દિવાળી આ વર્ષે ખુબ સરસ રહી.
તેણે પોતાના નવા ઘરમાં દિવાળીની ઉજવણી કરી. જેની માહિતી તેણે પોતાના ઈન્ટાગ્રામ એકાઉન્ટથી આપી.
તેમણે પોતાની ઘરની અંદરની તસવીરો શેર કરી. જેમા તેમણે લખ્યુ કે નવુ ઘર અને નવી શરૂઆત આ લેટ દિવાલી પોસ્ટ છે.
મુનમુન વ્યસ્ત શૂટિંગ શિડ્યુલ, ખરાબ તબિયત હોવા છતાં, નવા ઘરમાં શિફ્ટ થઈ. પોસ્ટમાં તેણે લખ્ય કે નવા ઘરમાં નવી શરૂઆત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. મારું સ્વપ્ન સાકાર થાયુ.
મુનમુને આગળ લખ્યું, થોડા સમય માટે સોશ્યલ મીડિયામાંથી બ્રેક લીધો છે. બ્રેકમાં હુ મારી માતા અને નજીકના મિત્રો સાથે સારો સમય પસાર કર્યો છે.
જો કે હુ એ કહેવા માંગુ છુ કે ગ્રાઉન્ડ ઝીરોથી શરૂ કરીને અત્યારે હુ જ્યાં છુ તેનો મે ગર્વ છે. મને મારી મહેનતનુ ફળ મળ્યુ છે તેની માટે હુ ભગવાનનો આભાર માનું છુ