તાઇવાનના એક શિક્ષકે બાળકોને શીખવાડવા માટે એક વિચિત્ર રીત અપનાવી છે. ગણિતના શિક્ષકે પોતાના ગણિત શીખવાડતા વીડિયો પોર્ન વેબસાઇટ પર અપલોડ કરી દીધા હતા. અત્યાર સુધી તેણે પોર્ન વેબસાઇટ પર 200થી વધુ વીડિયો અપલોડ કર્યા છે.
ચાંગસૂ નામના એક શિક્ષક પાસે ગણિતમાં માસ્ટર ડિગ્રી છે અને કથિત રીતે 15 વર્ષોથી ઓનલાઇન અને તાઇવાનના સ્કૂલોમા ભણાવે છે. અગાઉ ઓનલાઇન ક્લાસ માટે યુ-ટ્યુબ પર નિર્ભર હતો પરંતુ છેલ્લા વર્ષે તેણે એક પોર્ન વેબસાઇટ પર પોતાના કેટલાક વીડિયો અપલોડ કરી ક્લાસ લેવાનો નિર્ણય કર્યો હતો.
શિક્ષક ચાંગસૂએ કહ્યું કે ઘણા ઓછા પુખ્ત લોકો વીડિયો પ્લેટફોર્મ પર ગણિત ભણાવે છે અને આ પ્લેટફોર્મ પર ખૂબ સારા લોકો છે જે પોર્ન વીડિયો જોવે છે. મે વિચાર્યું કે જો હું પોતાના વીડિયો અહી અપલોડ કરું તો તે ખૂબ સારા લોકો તેને જોશે.
તેણે કહ્યું કે તેણે પોર્ન વેબસાઇટ પર વીડ઼િયો પોસ્ટ કરીને અત્યાર સુધીમાં લગભગ 1.88 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેમણે સ્વીકાર કર્યો કે તે પોર્ન વેબસાઇટ પર ગણિત ભણાવવા માંગતા નહોતા પરંતુ તેઓ દુનિયાને બતાવવા માંગતા હતા કે તેઓ ગણિતના સારા શિક્ષકે જે સારી રીતે ભણાવે છે.