spot_img

કાળઝાળ ગરમીમાં આંખોની રાખો ખાસ કાળજી, આ ચાર ટીપ્સ તમારી આંખો રાખશે સ્વસ્થ

હાલમાં ઉનાળો પોતાની ચરમ ઉપર છે, કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. તો બીજી તરફ ઉનાળની હજી તો શરૂઆત છે, ત્યાં ગરમી પોતાના રેકોર્ડ તોડી રહી છે.. ત્યારે આ કાળઝાળ ગરમીમાં તમારા સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવ જરૂરી છે. ઉનાળાના કહેરથી બચવા લોકો ઘણા ઉપાયો અજમાવતા હોય છે. ડાયટ પ્લાનથી લઈને સ્કિન કેર રૂટીનમાં શરીરને સૂર્ય અને ગરમીથી બચાવવા માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે. તે જ સમયે, આંખો પણ શરીરના સૌથી નાજુક અંગોમાંથી એક છે. આવી સ્થિતિમાં જ્યાં ગરમીની સીધી અસર આંખો પર જોવા મળી રહી છે. ગરમીથી બચવા માટે આંખોની પણ ખાસ કાળજી લેવી જરૂરી છે. ત્યારે આંખોની કાળજી માટે ખાસ આટલું રાખો ધ્યાન..

  • પાણીથી આંખો ધોવા

ઉનાળામાં સૂર્યના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી અથવા હીટ સ્ટ્રોકને કારણે આંખો લાલ થઈ જાય છે. તેની સાથે જ તેમાં બળતરા અને ખંજવાળ પણ આવવા લાગે છે. આવી સ્થિતિમાં, દિવસમાં 3-4 વખત ઠંડા પાણીથી આંખો ધોવી ખૂબ જ ફાયદાકારક છે.

  • તાપમાં ચશ્મા વાપરો

સૂર્યના હાનિકારક કિરણોથી આંખોને બચાવવા માટે, તડકામાં જતા પહેલા સનગ્લાસ પહેરવાનું ભૂલશો નહીં.

  • પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે

ઉનાળામાં આંખોને સ્વસ્થ રાખવા માટે વિટામિન સી, વિટામિન એ અને મિનરલ્સથી ભરપૂર ખોરાક લો. આ માટે તમે તમારા આહારમાં લીલા શાકભાજી, મોસમી ફળ, દૂધ, દહીં, ચીઝ જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.

  • ડ્રાય આઇ સિન્ડ્રોમથી છુટકારો મેળવો

કોમ્પ્યુટરનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો, એસીમાં રહેવું કે વધુ પડતી દવા લેવાથી તેની સીધી અસર આંખો પર થાય છે. જેના કારણે આંખોમાં સોજો, બળતરા, ડંખ, ખંજવાળ અને શુષ્કતા આવે છે. આવી સ્થિતિમાં, તમે દિવસમાં 3-4 વખત આંખના ટીપાં આંખોમાં નાખવાથી આરામ મેળવી શકો છો.

  • વિઝન સિન્ડ્રોમ ટાળો

કોમ્પ્યુટર પર લાંબા સમય સુધી કામ કરવાને કારણે ઘણી વખત વિઝન સિન્ડ્રોમ થવાનું જોખમ રહે છે. તેથી, દર અડધા કલાકે કોમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટ ફોન અને ટીવી સ્ક્રીન પરથી 5-10 મિનિટ માટે આંખોને દૂર કરીને આંખોને આરામ આપવાનું ભૂલશો નહીં.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles