ટીવીના સૌથી લોકપ્રિય કોમેડી ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પાત્રો ઘરના સભ્ય બની ગયા છે. ત્યારે હાલમાં જ જ્યારે શોના નટ્ટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયકનું અવસાન થયું. આ સમાચાર પછી દર્શકોને ખૂબ જ આઘાત લાગ્યો હતો. પરંતુ થોડા દિવસો પછી એક તસવીર સાથેના સમાચાર વાયરલ થયા કે શોમાં નટ્ટુ કાકાની જગ્યાએ એક નવો એક્ટર એન્ટ્રી લેવા જઈ રહ્યો છે. આ સમાચાર પર શોના નિર્માતા અસિત મોદીએ પોતે મોટો ખુલાસો કર્યો છે. આ તસવીર વાયરલ થયા બાદ શોના નિર્માતા અસિત મોદીએ એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું છે કે વાયરલ થઈ રહેલી તસવીર યોગ્ય નથી. એક વેબસાઈટ અનુસાર, આ વાતચીતમાં કહેવામાં આવ્યું છે કે નટ્ટુ કાકાના પાત્રનું કોઈ રિપ્લેસમેન્ટ કરવામાં આવશે નહીં.
આ મામલે અસિત મોદીએ ખૂબ જ ભાવુક જવાબ આપ્યો છે. તેમણે કહ્યું, ‘વરિષ્ઠ અભિનેતાને પસાર થયાને ભાગ્યે જ એક મહિનો થયો છે. ઘનશ્યામ નાયક ઉર્ફે નટ્ટુ કાકા મારા સારા મિત્ર છે અને મેં તેમની સાથે ઘણા વર્ષોથી કામ કર્યું છે. અમે શોમાં તેમના યોગદાનનું સન્માન કરીએ છીએ. અત્યાર સુધી, અમે તેમેના પાત્રને બદલવા અંગે કંઈપણ આયોજન કર્યું નથી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ગઢા ઇલેક્ટ્રોનિક પર બેઠેલા એક વ્યક્તિની તસવીર વાયરલ થઈ હતી અને એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ વ્યક્તિ હવે શોમાં નટ્ટુ કાકાનું પાત્ર ભજવશે. પરંતુ તે વાયરલ તસવીર બીજા કોઈની નહીં પણ દુકાનના મૂળ માલિકના પિતાની છે. મારા એક વીડિયોમાં મને તેની ઝલક જોવા મળી હતી, કોઈએ તેનો સ્ક્રીનશોટ લીધો અને નવા નટ્ટુ કાકા એમ કહીને તેને વાયરલ કરી દીધો. જણાવી દઈએ કે ઘનશ્યામ નાયકનું નિધન 3 ઓક્ટોબરે થયું હતું.