રવી પાકના વાવેતરમાં જ્યાં ઘણી એવી જગ્યાઓ છે. જ્યાં ખેડૂતોને ખાતર માટે હવાતીયા મારવા પડે છે. ત્યારે અમદાવાદમાંથી સબસિડીવાળી યુરિયાથી ખાતરથી 400 થી વધુ થેલીઓ દાણીલીમડા પોલીસે ઝડપી પાડી છે.દાણીલીમડા વિસ્તાર યોગીરાજ એસ્ટેટમાંથી ખેતીમાં વપરાતા યુરિયાનો જથ્થો પોલીસે પકડ્યો છે. અને ત્રણ આરોપી ઝડપી પાડ્યા છે.
ગોડાઉનના માલિક કમશી ભરવાડ સહિત બે શખ્સો અમદાવાદમાં વિશાલ ફેબ્રિક્સ કંપનીમાં સહિત પોતાની સફેદ કલરની મીઠાની બ્રાંડવાળી થેલીઓમાં યુરિયા ભરીને અલગ અલગ જગ્યાઓ પર વેચાણમાં આપતા હતા. 10 નંબરના ગોડાઉન જે કમશી ભરવાડના નામે છે. તેમાં ગેરકાયદે જથ્થો છુપાવ્યો હતો. જેની બાતમીના આધારે મોડીરાત્રે દરોડો પાડતા ભાંડો ફુટ્યો હતો. યુરિયા ખાતરનો આરોપી પાસે કોઈ પૂરાવા નહી હોવાથી પોલીસે ત્રણે આરોપીની ધરપકડ કરી છે. વેલા ભરવાડે, કમશી ભરવાડે પૂછપરછમાં ખુલાસો થયો છે કે તેમણે ભાવનગરમાથી આ સબસિડીવાળો યુરિયાનો જથ્થો ગેરકાયદે રીતે મંગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ખેડૂતો વાવણી સમયે ખાતરની જરૂરીયાત પડે છે. તેમાં સરકાર સબસિડી રૂપે તેમને મદદ કરે છે. આવા કિસ્સાઓ થવાથી નુકસાની સીધી રીતે ખેડૂતને જ થાય છે.