નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારતની નારા બાદ તમામ લોકો ભારતીય લોકો ભારતમાં બનતી ગાડીઓ લેવાનો આગ્રહ રાખી રહ્યા છે, આ તમામ વચ્ચે આજે ભારતની દિગ્ગજ કંપની TATA MOTERS પોતાની માઈક્રો SUV કાર PUNCH લોંચ કરશે. અત્યારે આ કાર માટે બુકિંગ ચાલુ જ છે. કારની શરૂઆતી શોરૂમ કિંમત રૂ.4 થી 5 લાખની વચ્ચે હોઈ શકે છે. TATA PUNCH ચાર મોડલમં લોંચ થશે, PURE,ADVANTURE,ACCOMPLISHED અને CREATIVE મોડલમાં ઉપબલ્ધ થશે.
TATA PUNCH એઝાઈલ લાઈટ ફ્લેક્સિબલ એડવાન્સ (ALFA) આર્કિટેક્ચર આધારીત બીજુ વાહન હશે. આ પહેલાં TATA MOTERS એ TATA ALTROZ કાર તૈયાર કરી છે. જેના કારણે PUNCH ALTROZ સાથે મળતી આવશે. આ કારનો ફ્રંટ લુક TATA HARIER ની ડિઝાઈનથી પ્રેરિત હશે, જેની ચારે તરફ બ્લેક પ્લાસ્ટિક ક્લેડિંગ આપવામાં આવી છે.
TATA PUNCH ને Global NCAP માં મળ્યા છે 5 STAR
ટાટાની નવી માઈક્રો એસયુવીના એન્જિંનની વાત કરવામાં આવે તો તેમાં 1.2 લીટર, નેચરલી એસ્પિરટેડ, અને ઈનલાઈન પેટ્રોલ એન્જિન છે. આ કાર 86 PS ની પાવર અને 113 NM ની પીક પાવર ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશનનની વાત કરવામાં આવે તો 5 સ્પિડ મેન્યુઅલ અને 5 સ્પિડ AMT ટ્રાન્સમિશન હશે. કારનુ ગ્રાઉન્ટ ક્લિયરન્સ 187 MM હશે સાથે સાથે AMT વેરીએન્ટમાં “ટ્રેક્શન પ્રો” મોડ પણ આપવામાં આવશે, જે કારને સ્લીપ થવા વાળી જગ્યાઓ પર આરામથી ચાલવામાં મદદ રૂપ થશે. TATA ની PUNCH લોન્ચ થશે એટલે મારૂતીની ઈગ્નિસ, મહિન્દ્રાની KUV100 અને મિડલ લેવલની મારૂતિ સ્વિફ્ટ વગેરે જેવી કાર્સની પ્રતિદ્ધંધી બનશે.