spot_img

Tataની Tiago CNG કાર લૉન્ચ, 6.09 લાખ રૂપિયામાં મળશે

Tata Motorsએ પોતાની સીએનજી કાર લૉન્ચ કરી છે. કંપનીએ પોતાની Tiago અને Tigor મૉડલને iCNG ટેકનોલોજી સાથે લોન્ચ કરી છે. આ સાથે જ હવે સીએનજી સેગમેન્ટમાં મારૂતિ અને હુંડઇની કારોને Tata CNG Cars પડકાર ઉભો કરશે.

સૌથી વધુ પાવર ધરાવતી સીએનજી કાર

Tata Motorsનો દાવો છે કે તેમની સીએનજી કાર સેગમેન્ટમાં સૌથી વધુ પાવર જનરેટ કરનારી કાર છે, કારણ કે મોટાભાગની સીએનજી કાર કમ પાવર પેટ્રોલ એન્જિન પર બેસ્ડ છે પરંતુ કંપનીએ પોતાની iCNG ટેકનોલોજીને 1.2 લીટર રેવોટ્રૉન 3- સિલિન્ડર એન્જિન પર ડેવલપ કર્યુ છે. આ 73.4 PSની મેક્સ પાવર અને 95Nmના પીક ટોર્ક જનરેટ કરે છે. બન્ને ગાડી 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે.

ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ શાનદાર

કંપનીનું કહેવુ છે કે ભલે તેને બૂટ સ્પેસમાં સીએનજી કિટને ફિટ કરી છે પરંતુ તેની બન્ને કારની ગ્રાઉન્ડ ક્લિયરન્સ શાનદાર છે. Tiago iCNGમાં આ 168mm અને Tigor iCNGની 165mm છે. આ ગાડી પર સારૂ કંટ્રોલ આપે છે. બીજી તરફ પશ્ચિમી ઘાટ જેવા પહાડી અને ઉંધા-સીધા રસ્તા પર પણ સારૂ પ્રદર્શન કરે છે.

ટાટા મોટર્સે પોતાની સીએનજી કારમાં એકસ્ટ્રા સેફ્ટી ફીચર આપ્યુ છે. જો કોઇ પણ રીતે ગાડીમાં સીએનજી લીકેજ થાય છે તો તેમાં લાગેલી લીક ડિટેક્શન ટેકનોલોજી ગાડી સીએનજીથી પેટ્રોલ મોડ પર શિફ્ટ કરી દે છે. આ ટેકનોલોજી ડ્રાઇવરને ગેસ લીક વિશે એલર્ટ પણ કરે છે. ગાડીને તુરંત બંધ કરીને અલગથી એક માઇક્રો સ્વિચ આપવામાં આવી છે.

માર્કેટમાં સીએનજી કારને ઇકોનોમી કાર તરીકે જોવામાં આવે છે. માટે તેમાં કેટલાક ફીચર્સની કમી છે અથવા આ બેસ મોડલમાં જ મળે છે. Tataએ આ સેગમેન્ટમાં પોતાની ગાડીમાં કેટલાક પ્રીમિયમ ફીચર્સ આપ્યા છે. જેમાં એલઇડી ડીઆરએલ લાઇટ્સ, પ્રોજેક્ટર હેડલેપ્સ, ક્રોમ ફિનિશ, હરમન ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ સામેલ છે. આ સિવાય ડુઅલ એરબેગ, પાર્કિગ સેન્સર્સ જેવા સેફટી ફીચર્સ પણ સામેલ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles