spot_img

CMનો આભાર માનજો, હું જીવતો પાછો આવ્યો, સુરક્ષામાં ચૂક પર PM મોદી

પંજાબમાં(Punjab) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની(Prime Minsiter) (Narendra Modi) સુરક્ષામાં (Security) ચૂકની ઘટના સામે આવી છે. ઘટના બાદ ભઠિંડા એરપોર્ટના અધિકારીઓનું નિવેદન પણ સામે આવ્યુ છે. ભઠિંડા એરપોર્ટના અધિકારીઓએ જણઆવ્યુ કે ભઠિંડા એરપોર્ટ પર પરત ફરવા પર પીએમ મોદીએ ત્યાના અધિકારીઓને કહ્યુ, “તમારા મુખ્યમંત્રીનો આભાર માનજો (Thanks to cm) કે હું બઠિંડા એરપોર્ટ સુધી જીવતો પરત ફર્યો.”
બેંક પાસેથી લોન લેવી હોય તો ક્રેડિટ સ્કોર સારો રાખો ક્યારે પણ પૈસાની તંગી નહી પડે

પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ માર્ગે જતા સમયે એક ફ્લાઇ ઓવર પર 15થી 20 મિનિટ માટે ફસાઇ ગયા હતા જ્યારે કેટલાક પ્રદર્શનકારીઓએ રસ્તો રોકી નાખ્યો હતો. ગૃહમંત્રાલયે આ ઘટનાને વડાપ્રધાનની સુરક્ષામાં ગંભીર ચૂક ગણાવી છે.

સ્ટેડિયમ બનાવવા માટે એક પૂર્વ ક્રિકેટર ઉત્તર પ્રદેશની સરકાર સાથે ભીડાઈ ગયો 

ગૃહમંત્રાલયે કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ યાત્રા દરમિયાન ગંભીર સુરક્ષા ખામી બાદ તેમના કાફલાએ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યુ કે મંત્રાલયે પંજાબ સરકારને આ ચૂક માટે જવાબદારી નક્કી કરવા અને કડક કાર્યવાહી કરવા માટે કહ્યુ છે. જે સમયે આ ઘટના બની, તે સમયે વડાપ્રધાન બઠિંડાથી હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક તરફ જઇ રહ્યા હતા.

પીએમ મોદી બે વર્ષ પછી પંજાબ પહોચ્યા હતા. વિવાદાસ્પદ કૃષિ કાયદાને રદ કર્યા બાદ રાજ્યમાં વડાપ્રધાન મોદીનો પ્રથમ પ્રવાસ હતો. વડાપ્રધાન ફિરોઝપુરમાં ચંદીગઢ સ્થિત પીજીઆઇએમઇઆરના ઉપગ્રહ કેન્દ્ર અને દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વે સહિત 42,750 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા. કાર્યક્રમ પછી વડાપ્રધાન એક રેલીને પણ સંબોધિત કરવાના હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles