અમદાવાદ: શહેરમાં કાકી ભત્રીજાને લઇને ભાગી ગઇ હોવાની વિચિત્ર ઘટના બની હતી. શહેરના નરોડા વિસ્તારમાં એક મહિલા તેના સગાં ભત્રીજાને લઈને ભાગી ગઇ હતી. જેથી બંનેના પરિવારજનોમાં દોડધામ મચી ગઈ છે. કાકી અને ભત્રીજાના મોબાઈલ ટ્રેસ કરવામાં આવતા તેમનું લોકેશન મુંબઈનું મળ્યું છે. જેથી પરિવારજનો મુંબઈ પહોંચીને તેમને શોધી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, દસમી નવેમ્બરે વહેલી સવારે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી બત્રીસ વર્ષની કાકી અચાનક ઘરમાંથી ગુમ ગઇ હતી. બીજી તરફ ભત્રીજો પણ બાપુનગરના તેના વિસ્તારમાં આવેલા તેના ઘરેથી ગુમ થઈ ગયો હતો. જેના કારણે બંને પરિવાર કાકી અને ભત્રીજાને શોધવામાં લાગ્યા હતા. ભત્રીજો થલતેજમાં દુકાન ધરાવે છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, કાકી સાબરમતી વિસ્તારમાં ભાડાંના એક રૂમમાં બાર કલાક રોકાઈ હતી. આ દરમિયાન કાકીને ભત્રીજો મળતાં બંને તે જ રાત્રે મુંબઈ ભાગી ગયા હતા. આ અંગે કાકી અને ભત્રીજાના પરિવારજનોએ તેમના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં તેમની ગુમ થયાની ફરિયાદો નોંધાવી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે હાલ બંને મુંબઈમાં જ હોવાની માહિતી છે. થોડા વરસ પહેલા કાકી અને ભત્રીજા વચ્ચેના પ્રેમપ્રકરણની વાત પરિવાર સામે આવી હતી. જે તે સમયે બંનેને ઠપકો આપીને આ વાત દબાવી દીધી હતી પરંતુ હવે ફરીથી આ બાબતે પરિવાર તેમને શોધવામાં લાગી ગયા છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદથી નાસી ગયેલા કાકી અને ભત્રીજો ઇન્સ્ટાગ્રામ પર ખોટા આઈડી બનાવીને વાતો કરતા હતા. આ સાથે ઉચ્ચ અભ્યાસ કરતાં ભત્રીજાએ ઇન્સ્ટાગ્રામથી પોલીસ પોતાને પકડી ન શકે તે માટે શું કરવું, તેમ જ અન્ય રાજ્યમાં જવા માટે અમદાવાદના કયા વિસ્તારમાંથી બસ મળી શકશે તેની પણ તપાસ કરી હતી.