spot_img

સાબરકાંઠાના કડિયાદરામાં 39મો નેત્ર-દંતયજ્ઞ કેમ્પ યોજાશે

સાબરકાંઠાના (Sabarkantha) ઈડર તાલુકાના કડિયાદરા ગામમાં 39મો નેત્ર નિદાન (Eye Dental Camp) કેમ્પ યોજાશે. અંગિરા આશ્રમ અને શાંતાબેન શાંતિલાલ કોઠારી આંખ વિભાગ તથા આત્મવલ્લભ હોસ્પિટલ અને હસુમતી દેસાઈ સ્વ.રમણ પટેલ, અને હેમા મેહતાના સહયોગ દ્વારા નેત્ર-દંત યજ્ઞ કેમ્પનું આયોજન કરાયુ છે.

નેત્ર યજ્ઞમાં ઈડર સ્થિત આત્મવલ્લભ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા નેત્રમણી મુકવાનું કામ કરશે. નેત્રમણિ મુકાયા બાદ દર્દીઓ માટે સંસ્થા અને દાતા વતી દવાઓ કાળા ચશ્મા, સાથે જમવાની પણ સગવડ પણ આપવામાં આવશે. દર્દી સાથે આવનારા તેમના પરિવારજનોએ સુવા માટે ધાબળા અને જમવા માટે થાળી અને વાટકી અને અન્ય વાસણો લાવવાના રહેશે. ઓપરેશન થયાં બાદ તમામ દર્દીઓને ગરમ ધાબળા સંસ્થા તરફથી શુભેચ્છા રૂપે આપશે. જે દર્દીઓને ઓપરેશ માટે પોતાના નામની નોંધણી કરાવી હોય તેઓ અવશ્ય સમય સર ઓપરેશન માટે પહોંચી જાય તે પણ સુચારૂ રહેશે.

નેત્ર રોગ માટે પૂર્વ તપાસ માટે પણ સંસ્થા દ્વારા ખુબ સારૂ આયોજન કરવામાં આવ્યુ છે. આયોજન બદ્ધ પ્રમાણે અલગ અલગ ગામોમાં પૂર્વ તપાસ નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા કરવામાં આવશે. 24 ડિસેમ્બરથી લઈને 29 ડિસેમ્બર સુધી નેત્ર રોગ પૂર્વ તપાસ કરવામાં આવશે. 29 ડિસેમ્બરના રોજ ગામના લોકો માટે પૂર્વ તપાસનું આયોજન કરાયુ છે. જે લોકોને 29 તારીખે પણ પૂર્વ તપાસ કરાવવી હોય તો ગામના અંગીરા આશ્રમ ખાતે પહોંચીને કરાવી શકાશે. પૂર્વ તપાસ બાદ ડોક્ટર્સ દ્વારા દર્દીઓને ઓપરેશનનની સલાહ આપવામાં આવશે તેમણે 27 , 28 અને 30 ડિસેમ્બર સુધીમાં ઈડર ખાતે વલ્લભ હોસ્પિટલમાં દાખલ થવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે સંસ્થા અને દાતાઓ જરૂરિયાત લોકોની મદદ કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. જેનું ઉદાહરણ છે કે કોઈપણ પ્રકારના વિક્ષેપ વગર 39મી વખત નેત્ર-દંત યજ્ઞ યોજાઈ રહ્યો છે.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles