જો તેમે કોઇ ઇલેક્ટ્રિક સાધન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો બે થી ત્રણ દિવસ રોકાઇ જજો કેમકે તેમને મોટા ડિસ્કાઉન્ટનો લાભ મળી શકે છે. કેમ કે ઇકોમર્સ સાઇટ અમેઝોનની ગ્રેટ રિપબ્લિક ડે સેલની જાહેરાત કરવામાં આવી છે. ગણતંત્ર દિવસના પ્રસંગે 17 જાન્યુઆરીએ એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ શરૂ થશે. આ સેલનો અંતિમ દિવસ 20 જાન્યુઆરી 2022 રહેશે. સેલમાં સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ, હોમ એન્ડ કિચન અપ્લાયંસેઝની સાથે-સાથે ટીવી અને મોટી ઇલેક્ટ્રોનિક્સ આઈટમ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સેલમાં ગ્રાહકોને સ્માર્ટફોનમાં 40 ટકા સુધી ઓફર મળશે. ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ જેવી કે કેમેરા અને લેપટોપ પર 70 ટકા સુધીની છૂટ મળશે. એમેઝોન અલેક્સા, Fire TV અને Kindle ડિવાઇસ પર સેલમાં 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળશે. Amazon Prime કસ્ટમર માટે આ સેલ અગાઉના તમામ સેલની જેમ 24 કલાક પહેલા જ લાઇવ કરવામાં આવશે.
એમેઝોન સેલેમાં બેંક ઓફર પણ મળશે. જેમાં SBI કાર્ડ પર વધારાની છૂટ મળશે. Bajaj Finserv પરનો કોસ્ટ EMI અને Amazon Pay ICICI ક્રેડિટ કાર્ડ યૂઝર્સને ડિસ્કાઉન્ટ મળશે. સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ અને ટીવી પર 16,000 રૂપિયા સુધી એક્સચેન્જ ઓફર પણ સેલમાં મળશે. Amazonએ હાલ સેલ સાથે જોડાયેલી બધી ડિટેલ્સનો ખુલાસો કર્યો નથી પણ વાર્ષિક સેલમાં ગ્રાહકોને શું મળશે તેની થોડી ઘણી જાણકારી રજુ કરી છે. ગ્રાહકોને સેલમાં કોમ્બો પર 40 ટકા સુધીની છૂટ મળશે.
આ સેલમાં 50% ના ડિસ્કાઉન્ટ પર કેમેરા, 60% ના ડિસ્કાઉન્ટ પર સ્માર્ટ વોચ અને લેપટોપને 40,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. આ સિવાય વોશિંગ મશીન અને ફ્રિજ પર 50% નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સિવાય સેલમાં ગ્રાહકોને કંસોલના વીડિયો ગેમ ટાઇટલને 55% ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. સેલમાં એમેઝોન ઇકો સ્માર્ટ સ્પીકર્સને 50% સુધીના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. કિંડલ રીડરને 3400 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.