લેફટનન્ટ જનરલ બગ્ગાવલી સોમશેખર રાજૂને ભારતીય સેનાના વાઈસ ચીફ ઓફ આર્મી સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 1 મે 2022ના રોજ વાઈસ ચીફ ઓફ આર્મી સ્ટાફનો પદભાર સંભાળશે. લેફટનન્ટ જનરલ બી એસ રાજૂને ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, યુદ્ધ સેવા મેડલ અને વિશિષ્ટ સેવા મેડલથી સમ્માનિત કરવામાં આવ્યા છે. તેઓ જાટ રેજિમેંટ્સ અને XV કોર્પ્સના કમાન્ડન્ટ પણ રહી ચૂક્યા છે તથા જમ્મુ અને કાશ્મીરમાં પાંચ વાર ડ્યુટી કરી હોવાથી તેમને જમ્મુ કાશ્મીરની ખૂબ જ જાણકારી છે. વર્ષ 1984માં બી એસ રાજૂએ સેનાના જાટ રેજિમેન્ટમાં જોઈન કર્યું હતું. તો વર્ષ 2011માં બ્રિગેડિયર બનાવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને અનેક મહત્વપૂર્ણ પદો પર તહેનાત કરવામાં આવ્યા હત..
તેમના વ્યક્તિગત જીવનની વાત કરવામાં આવે તો તેમની પત્નીનું નામ શકુંતલા રાજુ છે અને બે બાળકો છે- એક દીકરો અને એક દીકરી. બી એસ રાજૂનો જન્મ 19 ઓક્ટોબર 1963ના રોજ કર્ણાટકના દવનાગેરે જિલ્લામાં થયો હતો અને તેઓ બીજાપુરની સૈનિક સ્કૂલમાંથી પાસઆઉટ થયા છે. તેમણે પુણેની નેશનલ ડિફેન્સ એકેડમીમા એડમિશન લીધું હતું. ઉપરાંત કેલિફોર્નિયા સ્થિત મોન્ટરેની નેવલ પોસ્ટગ્રેજ્યુએટ શાળામાંથી કાઉન્ટર ટેરેરિઝમ વિષય સાથે પાસઆઉટ થયા છે.