બોલિવુડ ‘કિંગ ખાન’શાહરૂખ ખાન 2જી નવેમ્બરે પોતાનો 56મો જન્મ દિવસ ઉજવવાનો છે, ત્યારે શાહરૂખનને ગુરુવારે જન્મદિવસ પહેલાં સૌથી મોટી ગિફ્ટ મળી ગઇ છે.. આર્યન ખાનને ક્રુઝ ડ્રગ્સ કેસમાં જામીન મળી ગયા છે. આર્યન ખાન પાછલા 25 દિવસથી મુંબઇની આર્થર રોડ જેલમાં બંધ હતો. આર્યન ખાન 29 કે 30 તારીખે જેલમુક્ત થશે અને મન્નત પોતાના ઘરે જશે.
ઉલ્લેખનીય છે કે કિંગ ખાનનો જન્મ દિવસ તેની માટે અને તેના ફેન્સ માટે એક ઉત્સવ સમાન હોય છે. ફેન્સ શાહરૂખની એક જલક જોવા માટે ‘મન્નત’ની બહાર ભીડ લગાવીને ઉભા રહે છે, તો શાહરૂખ ખાન પણ ફેન્સનું અભિવાદન કરવા માટે ‘મન્નત’ની ગેલેરીમાં આવતો હોય છે.. ત્યારે આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ થયાબાદ 25 દિવસથી મન્નતની બહાર સન્નાટો છવાયેલો હતો. પરંતુ ગુરુવારે શાહરૂખન અને તેના સ્ટાર્સ મિત્રો, ફેન્સ તથા તેમના સગા સબંધીઓની દુઆ રંગ લાવી છે અને હવે 25 દિવસપછી હાઇકોર્ટે આર્યન ખાનની જામીન અરજીને મંજુરી આપી છે. ત્યારે આ વખતનો જન્મ દિવસ શાહરૂખ ખાન માટે અને તેમના પરિવાર માટે ખાસ બની રહેશે..