વિમાનમાં દરેક વસ્તુની સુવિધા હોય છે. જો પાયલોટ બીમાર પડી જાય તો બે પાયલોટ હોય છે, બીજો તેને સંભાળી લે છે. જો તે બન્ને સારી સ્થિતિમાં ના હોય તો ઓટો પાયલોટ મોડ હોય છે જેનાથી પ્લેન ઉડી શકે છે. કુલ મળીને પ્લેનમાં તમામ સુવિધા હોય છે. તેમ છતા પણ કેટલીક વખત ખતરનાક દૂર્ઘટના બને છે. એક પક્ષીએ પ્લેનની એવી હાલત કરી નાખી કે તમે વિચારી પણ નથી શકતા. પક્ષી વિમાન સાથે ટકરાયુ હતુ. હવે તે પક્ષીએ પ્લેનની શું સ્થિતિ કરી તે તમે જાતે જ જોઇલો.
શું તમે આ તૂટેલા ભાગને જોઇને આ વાતનો અંદાજો લગાવી શકો છો કે આ બધુ પક્ષીના ટકરાવવાને કારણે થયુ છે. આ પક્ષી પ્લેન સાથે ટકરાયુ અને તેના ટકરાવવાને કારણે પ્લેનની એક બારી તૂટી ગઇ હતી.
જ્યારે મુસાફરોએ આ જોયુ તો તે ચોકી ગયા હતા. આ પક્ષી વિમાન પર બીજી દિશામાંથી આવીને ટકરાયુ હતુ. પક્ષી એટલુ જોરથી ટકરાયુ કે પ્લેનની બારીનો એક ભાગ તૂટી ગયો હતો. જોકે, આ દૂર્ઘટનામાં કોઇ મુસાફરને ઇજા થઇ નહતી.
એવુ લાગ્યુ જેમ બ્લાસ્ટ થયો
જેટસ્ટ્રીમ 41 જે સાઉથ આફ્રિકામાં લેન્ડ કરવાનું હતું, તેની સાથે જ્યારે આ પક્ષી ટકરાયુ તો એવો અવાજ આવ્યો કે જેમ કોઇ બ્લાસ્ટ થયો છે. આ પ્લેનમાં ઘણુ નુકસાન થયુ છે. બારીની સાથે સાથે બહારથી પણ તે તૂટી ગયુ છે.