કચ્છના રાપર તાલુકાના એક નાનકડા મોરા ગામના આધેડ અભણ દંપતીને ત્યાં લગ્નના 45 વર્ષે વૈજ્ઞાનિક ટેકનોલોજીથી એક 70 વર્ષની મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. ભગવાન અને કુદરત રાજી હોય તો આજના આધુનિક યુગમાં મોટી ઉંમરે પણ સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. નિ:સંતાન દંપતી ચાર દાયકાથી રાહ જોઈ રહ્યા હતા કે ભગવાન એક દિવસ અમારી આશા પુરી કરશે પણ સમય બહુ વીતી જતા અંતે આ બુઝર્ગ દંપતીએ ભુજની એક ખાનગી હોસ્પિટલના ગાયનેકનો સંપર્ક કર્યો હતો. મોટી ઉંમર થઈ જતા આ દંપતીને હવે બાળક રહેવું શક્ય ના હોવાનું તબીબે સલાહ આપી હતી. પરંતુ અભણ દંપતીએ હિંમત હાર્યા વગર ડોક્ટર અને ભગવાન ઉપર પૂરો ભરોસો રાખી વૈજ્ઞાનિક ટેકનોલોજીની મદદથી 70 વર્ષે દંપતિને ત્યાં દિકરાનો જન્મ થયો હતો.