રાજસ્થાનના સીકરમાં એક મહિલાએ સામાજીક રીતિ રીવાજોને તોડીને પોતે જ ઘોડા પર સવાર થઇને લગ્ન મંડપે પહોંચી હતી.
સીકરની રહેવાસી કૃતિકા સૈન નામની મહિલાના લગ્ન હતા ત્યારે તે દુલ્હાની જેમ તૈયાર થઇને ઘોડા પર સવાર થઇ લગ્ન માટે લગ્ન મંડપ પર પહોંચી હતી. તેના આ નિર્ણયને રાજસ્થાન સહિત સમગ્ર દેશમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે દુલ્હન કૃતિકના પિતા મહાવીર સૈનીએ જણાવ્યું કે તેમને ચાર દિકરીઓ અને બે દિકરા છે, જમાં કૃતિકા સૌથી નાની છે તેના મોટા ભાઇ બહેનના તમામ લોકોના લગ્ન થઇ ચુક્યા છે. કૃતિકાની એક વર્ષ પહેલાં સગાઇ થઇ હતી.