spot_img

રેલવે ટ્રેક પર દોડે છે બસ… જુઓ કયા દેશે કરી છે આવી જોરદાર કરામત

બસ શબ્દ આવે એટલે આપણા મગજમાં આપણી ખખડધજ બસની છબી બની જાય છે. પરંતુ આજે આપને એવી બસ વિશે જાણકારી આપી રહ્યા છીએ. જેનાથી આપ આશ્ચર્યચકિત થઈ જશો. બસો હંમેશા રોડ પર દોડી હોય છે. પરંતુ હવે એવી બસ સામે આવી છે. જે રોડ અને રેલવે ટ્રેક બંને પર દોડી શકે છે. જાપાનના કાયો શહેરમાં રોડની સાથે રેલવે ટ્રેક પર દોડતી બસ સેવા શરૂ થઈ ગઈ છે. તેને ડ્યુઅલ-મોડ વ્હીકલ એટલે કે DMV નામ આપવામાં આવ્યું છે.

ડ્યુઅ મોડ વ્હીકલ સામાન્ય બસ જેવી જ દેખાય છે. જેવી આપણી સાદી બસોમાં ટાયરો ફીટ કરાયા છે. તેવા જ રબરના ટાયર પણ બસમાં લડાવમાં આવ્યા છે. રબરના ટાયરથી બસ રસ્તા પર ધડાધડ દોડે છે. રબરના વ્હીલ સાથે બસમાં સ્ટીલના પણ વ્હીલ લગાવવામાં આવ્યા છે. જેના કારણે બસ ટ્રેનના પાટા પર પણ દોડી છે. બસ આ જ વસ્તુ આ બસને ખુબ જ ખાસ બનાવે છે. મજાની વાત એ છે કે બંન્ને વ્હીકલને જરૂરિયાત પ્રમાણે બદલી શકાય છે. જ્યારે બસને ટ્રેનના પાટા પર દોડાવાની જરૂર પડે તો સ્ટીલ વ્હીલ અને જ્યારે ટ્રેનને રોડ પર દોડાવવાની જરૂર પડે તો રબરના વ્હીલ ઉપયોગ કરાય છે.

અદ્ભુત બસ 100 કિમી પ્રતિની સ્પિડે દોડે છે
જાપાનમાં રેલવે અને રોડ પર દોડતી આ બસની ઝડપ પણ કંઈ ઓછી નથી. રસ્તા પર આ DMV ની સ્પિડ ફક્ત 60 કિલોમીટર પ્રતિ કલાકની છે. તેની સામે રેલ્વે ટ્રેક પર બસની સ્પિટ 100 કિલોમીટર પ્રતિ કલાકની છે. બસમાં એક સાથે 21 મુસાફરો બેસી શકે છે. બસ કમ ટ્રેનને ચલાવવા માટે ડીઝલ એન્જિન લગાવવામાં આવ્યું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles