હળવદના અજિતગઢથી માળીયા તરફ કેનાલના રસ્તે જઈ રહેલ અજિતગઢના નવદંપતિની સ્વીફ્ટ કાર જુના અને નવા ઘાટીલા વચ્ચે મંદરકીના નાલા નજીક કેનાલમાં ખાબકી હતી તો ધટનામાં દંપતીનું મૃત્યુ નીપજ્યું હતું.
હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા રાહુલભાઈ પ્રવીણભાઈ અને તેમના ધર્મ પત્ની મિતલબેન રાહુલ ભાઈ સવારના અજીતગઢ ગામેથી સ્વીફ્ટ કારમાં માળીયાના મેધપર ગામે પ્રસંગમાં જતા નીકળ્યા હતા ત્યારે જુના અને નવા ઘાટીલા નજીક મંદરકી ગામના નાલા પાસેકોઈ કારણોસર તેની કાર માળીયા બ્રાંચની નર્મદા કેનાલમાં ખાબકી હતી તો ધટનાની જાન થતા ટીકર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડીયા, અજીતગઢ ગામના સરપંચ રજનીભાઈ પટેલ, સહિત મોટી સંખ્યામાં લોકો કેનાલ કાંઠે દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાની મદદ બંનેના મૃતદેહને બાહર કાઢવામાં આવ્યા હતા.બંનેના મૃતદેહને પી માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા