દેશના સર્વ પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવતના(Bipin Rawat) હેલિકોપ્ટર ક્રેશનું(Helicopter Crash) કારણ સામે આવી ગયુ છે. ભારતીય વાયુસેનાએ તરફથી જાણકારી મળી છે કે હેલિકોપ્ટર દુર્ઘટના બાદ ટ્રાઇ-સર્વિસ કોર્ટ ઓફ ઇન્ક્વાયરીએ શરૂઆતના તારણો જાહેર કરી દીધા છે.
સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે, 8 એપ્રિલ સુધી ચાલશે
ઈન્ડિયન એર ફોર્સ (IAF)ના કહેવા પ્રમાણે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીએ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાના કેટલાક કારણો નકારી કાઢ્યા છે. જેમાં યાંત્રિક નિષ્ફળતા, હેલિકોપ્ટરમાં તોડફોડ અથવા કોઈની બેદરકારીનો હોવાની વાતને નકારી કાઢી છે. વાયુસેનાએ કહ્યું કે 8 ડિસેમ્બર, 2021ના રોજ અચાનક હવામાનમાં ફેરફારને કારણે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ.
ટેસ્ટ સીરિઝમાં સાઉથ આફ્રિકાએ ટીમ ઇન્ડિયાને 2-1થી આપી હાર
આપને જણાવી દેવા માંગીએ છીએ કે હેલિકોપ્ટર દુર્ઘટના બાદ વાયુસેનાએ ટ્રાઈ સર્વિસ કોર્ટ ઈન્કવાયરીની ગોઠવી હતી. જેને ઘટનાની તપાસ કરીને શરૂઆતી કારણો એયરફોર્સને જણાવ્યા છે. ટ્રાઈ સર્વિસ કોર્ટે અકસ્માતનું સંભવિત કારણ જાણવા તમામ સાક્ષીઓની પૂછપરછ સાથે સાથે ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રેકોર્ડરનું તપાસ કરી છે.
‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ અભિનેત્રી અર્ચના ગૌતમને કયા પક્ષે આપી છે ટિકીટ
કોર્ટ ઓફ ઈન્કવાયરીએ સ્પષ્ટ પણે કહ્યું છે કે ઘટનામાં હેલિકોપ્ટરમાં કોઈ યાત્રિક ખામી, કોઈની બેદરકારી અથવા તો હેલિકોપ્ટરમાં કોઈ અનિચ્છિય ઘટના બની નહોતી. તપાસ ટીમે જણાવ્યું કે હેલિકોપ્ટર ક્રેશ વાતાવરણઅણધાર્યા ફેરફારને કારણે થયું હતું. વાતાવરણમાં પલટો આવ્યો જેનાથી પાયલોટની દિશાહિનતા હતી જેના પરિણામે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
હેલિકોપ્ટર દુર્ઘટના અંગે તપાસ સમિતિએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 8 ડિસેમ્બર 2021ના રોજ તમિલનાડુના કુન્નુર પાસે IAFનું Mi-17 V-5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત અને અન્ય 13 લોકોના મોત થયા હતા.