આણંદના સ્નેહમિલન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યુ કે વેજ અને નોનવેજની કોઈ વાત જ નથી. જેને જે ખાવુ હોય તે ખાઈ શકે છે. રસ્તા પર ટ્રાફિક ન થવો જોઈએ. આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે ધડાધડ રાજ્યની મ્યુનસિપલ કોર્પોરેશન જાહેરમાં નોનવેજની લારીઓ પર પ્રતિબંધ લગાવી રહી છે.
જો કે આ સીએમના નિવેદન રાજ્યના અન્ય મંત્રીઓ કરતાં સાવ વિપરીત રહ્યુ છે. રાજેન્દ્ર ત્રિવેદીએ સીધી એક જ વાત કરી હતી કે આ પ્રકારે લારી ચલતી હોય છે તેને હુ જાહેરસ્થળો પરના દબાણ ગણું છુ. જે ખરેખર દુર થવા જ જોઈએ. તેની સામે રાજકોટમાં વિનોદ મોરડીયાએ તો મેયરને આ પ્રકારના નિર્ણય લેવા માટે અભિનંદન પણ પાઠવ્યા હતા. અને કહ્યુ હતુ કે ધાર્મિક સ્થળો પાસે અને ભણવાની સ્થળો પાસે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલવી ન જ જોઈએ.
અમદાવાદ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરાયો કે જાહેરસ્થળો અને ધાર્મિક સ્થલો સાથે સાથે કોલેજની આસપાસ નોનવેજની લારીઓ રાખવા પર હવેથી પ્રતિબંધ રહેશે. આ પહેલાં વડોદરા, રાજકોટ, જુનાગઢ અને ભાવનગર મહાનગર પાલીકાએ જાહેર સ્થળો પર નોનવેજ વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે.
સૌથી પહેલાં રાજકોટ મહાનગર પાલીકાએ જાહેર સ્થળો પર નોન વેજની લારીઓ રાખી જાહેરમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ લાદ્યો હતો. ત્યારબાદ વડોદરા મનપાએ આ નિર્ણય લીધો ત્યારબાદ ભાવગર અને જુનાગઢ અને હવે અમદાવાદ મનપાએ નિર્ણય લીધો. જો કે મનપાઓ દ્વારા લેવામાં આવી રહેલાં નિર્ણયો બાદ મંત્રીઓના નિવેદનાં મતમતાંતર સામે આવી રહ્યા છે