ગુજરાતા સીએમ ભુપેન્દ્ર પટેલ પોતાની સાદગી માટે ઓળખાય છે. જેના કરાણે રાજ્યભરમાં તેઓ કોમન મેન તરીકે ઓળખાવા લાગ્યા છે. જો કે સીએમની કોમન મેનની ઝલક ફરીથી જોવા મળી હતી.
સીએમ ભુપેન્દ્ર પટેલ સિક્સ લેન હાઈવેની કામગીરીના નિરિક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. અમદાવાદથી રાજકોટ સુધીના બની રહેલા સિક્સ લેન માર્ગમાં શુ કામ ચાલી રહ્યુ છે. કામ કેટલા પ્રગતિ પર છે. તેની જાણકારી મેળવવા માટે સીએમ પહોંચ્યા હતા. સ્વાભાવિક છે કે સીએમ હોય ત્યાં સિક્યુરીટી પણ એટલી જ કડક હોય. મુખ્યમંત્રી થોડા સમયના નિરિક્ષણ બાદ રીફ્રેશ થવા માટે એક હોટેલ પર રોકાયા. તમને જાણીને નવાઈ લાગશે કે સીએમની આ રીફ્રેશમેંટ બ્રેક તેમના પ્લાનમાં નહોતી. હાઈવે પર જ આવેલી કનૈયા કાઠિયાવાજી હોટેલ-ઢાબા પર તેઓ રોકાયા હતા. તેમની સાથે મુખ્ય સચિવ પણ હતા. જ્યાં તેમણે ચ્હાની ચુસ્કી મારી હતી.
ચ્હા પીને રીફ્રેશ થતાં અધિકારીઓ અને સીએમને જોઈને આસપાસના લોકોએ સીએમ સાથે ફોટોગ્રાફ લેવાની માંગ કરી હતી. લોકો સાથે હળી મળી જતાં સીએમએ લોકોની માંગણીને ધ્યાને રાખીને ફોટોગ્રાફ પણ પડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કટારીયા અને બગોદરા ખાતે સિક્સ લેન હાઈવેનું નિર્માણ થઈ રહ્યુ છે. સિક્સ લેન 53 કિમી લાંબો હશે. હાઈવે ઉપરાંત અરણેજ ગામ પાસે 649.21 કરોડના ખર્ચે નિર્માણ થયેલી કામગીરીની સમિક્ષા કરી.