અમદાવાદઃ મહેસાણા જિલ્લાના ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલ ડેન્ગ્યુ થયા બાદ તેમની હાલત ગંભીર છે. તેમનું લિવર ડેમેજ થયું હોવાની માહિતી મળી રહી છે. તેઓને સારવાર માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ કરાયાં છે. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ , પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમના ખબરઅંતર પૂછવા માટે ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા.
ઊંઝાનાં ધારાસભ્ય આશા પટેલને લઈ ઝાયડસ ડાયરેક્ટર ડૉ.વી.એન.શાહનું મહત્ત્વનું નિવેદન આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આશા પટેલના મોટા ભાગનાં અંગો ફેલ થયાં છે. આવા સંજોગોમાં રિક્વરીના ચાન્સ બહુ ઓછા હોય છે. હાલ તેમને બચાવવાના તમામ પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે આશાબેન પટેલને દિલ્હીથી પરત આવ્યાં પછી ડેન્ગ્યુ થયો હતો. તેમને 7 ડિસેમ્બરે તાવ આવ્યો હતો. બાદમાં તેમને ડેન્ગ્યુ થયો હોવાનો રિપોર્ટ આવ્યો હતો. ડેન્ગ્યુને કારણે તેમનું લિવર ડેમેજ થયું હોવાથી તેમની સ્થિતિ ગંભીર બનતાં હાલમાં તેમને વેન્ટિલેટર પર રાખાયાં હોવાનું સૂત્રો જણાવે છે.
[…] ભાજપના આ પાટીદાર મહિલા ધારાસભ્યની સ્… […]