માઉન્ટ એવરેસ્ટ પોતાની સુંદરતાની સાથે સાથે વિશ્વની સૌથી ખતરનાક પહાડીઓમાંથી એક છે. અહી કેટલીક એવી લાશો પડી છે જેને જોઇને લાગે છે કે આ આરામથી ઉંઘી રહી હોય. પહેલી નજરમાં જોનારાઓને તો તેનાથી ડર પણ લાગે છે પરંતુ જેમણે ખબર છે તે આસાનીથી તેમની સાથે તસવીર ખેચાવે છે અને સોશિયલ મીડિયા પર શેર પણ કરે છે. માઉન્ટ એવરેસ્ટની પહાડી પર પડેલી આ લાશોની ઓળખ તેમના પહેરેલા કપડા અને જૂતાથી થાય છે.
જેટલુ સુંદર આ એવરેસ્ટ છે, એટલુ જ આ રહસ્યોથી ભરેલુ પણ છે. કેટલાક લોકોએ તેની પર વિજય મેળવ્યો છે તો કેટલાક લોકો અહીથી પરત ફર્યા જ નથી. એક આવી જ ઘટના વિશે અમે તમને જણાવી રહ્યા છીએ જેમાં એક આઇટીબીપી જવાન જે માઉન્ટ એવરેસ્ટ ચઢ્યો તો ખરો પણ પરત ફર્યો નહતો. આટલુ જ નહી આ વ્યક્તિની લાશ હજુ પણ એવરેસ્ટ પર જ પડેલી છે અને વર્તમાનમાં તેને ગ્રીન બૂટ્સના નામથી ઓળખવામાં આવે છે.
માઉન્ટ એવરેસ્ટની પહાડી પર પડેલા શબનું નામ શેવાંગ પલજોર છે, જેની ઓળખ તેના દ્વારા પહેરેલા જૂતાના રૂપમાં થાય છે. આ કારણ છે કે લોકો તેને ગ્રીનબૂટ્સના નામથી પણ ઓળખવામાં આવે છે. આઇટીબીપી જવાન શેવાંગ પલજોર એક ભારતીય પર્વતારોહણ છે, જે 10 મે 1996માં પોતાના કેટલાક મિત્રો સાથે માઉન્ટ એવરેસ્ટ પર ચઢવા માટે નીકળ્યા હતા. કહેવામાં આવે છે કે, આ દરમિયાન વાવાઝોડુ આવ્યુ જેને કારણે તેમનું મોત થયુ હતુ.
કેટલાક પર્વતારોહણનું કહેવુ છે કે શેવાંગ આસાનીથી આ વાવાઝોડાથી બચી પણ શકતા હતા પરંતુ તેમની સાથે ગયેલા લોકોએ તેમનો પુરી રીતે સાથ આપ્યો નહતો. કહેવામાં આવે છે કે, શેવાંગ સાથે તેમનો એક સાથી પણ હતો જે તેમની મદદ માટે બુમો પાડતો રહ્યો હતો પરંતુ કોઇએ આ બન્નેની મદદ કરી નહતી અને દરેક તેમનાથી આગળ નીકળવાના ચક્કરમાં તેમને ત્યા જ મુકીને જતા રહ્યા હતા, તે બાદ બન્નેએ દમ તોડી નાખ્યો હતો. 25 વર્ષથી તેમનો શબ અહી જ પડેલો છે અને હવે તેમની લાશ લોકોને રસ્તા બનાવવાનું કામ કરે છે.
શેવાંગની માતા તાશી એંગમોનું કહેવુ છે કે, આઇટીબીપીએ ક્યારેય પણ તેમના પુત્રને લઇને તેમણે પુરી જાણકારી આપી નથી, તેમણે માત્ર એટલુ જ કહેવામાં આવ્યુ કે તેમનો પુત્ર લાપતા થઇ ગયો છે. આ વચ્ચે તે પોતાના પુત્ર માટે કેટલાક દિવસ સુધી આઇટીબીપીની ઓફિસ આવતી જતી રહી જેથી તેમના પુત્રના કેટલાક પુરાવા મળી શકે પરંતુ કેટલાક દિવસ બાદ તેમણે ખબર પડી કે તેમનો પુત્ર માઉન્ટ એવરેસ્ટથી પરત ફર્યો નથી અને તેનું શબ આજે પણ ત્યા જ પડેલુ છે.
એવામાં તાશી એંગમો આજે પમ આઇટીબીપીથી નારાજ છે અને તેમણે પુત્રની સાચી જાણકારી ના મળવાને કારણે દુખી છે. કહેવામાં આવે છે કે જ્યા શેવાંગની લાશ પડી છે ત્યાથી શિખર નજીક છે. શેવાંગ જલ્દી અંતિમ પડાવ પર પહોચવાનો હતો પરંતુ આ પહેલા જ તે વાવાઝોડામાં ફસાઇ ગયો. એમ તો આ પહાડ પર કેટલીક લાશો પડેલી છે પરંતુ સૌથી વધુ ચર્ચા ગ્રીનબૂટ્સની જ થાય છે.
કોણ હતા શેવાંગ પલજોર?
ગ્રીનબૂટ્સના નામથી જાણીતા શેવાંગ પલજોર એક સમયે ઇન્ડો-તિબેટ બોર્ડર પોલીસ જવાન હતા. વર્ષ 1996માં તે પોતાના બે સાથી માનલા અને દોર્જે મોરૂપ સાથે માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઇ કરવા ગયા હતા. આ દરમિયાન તે પોતાનો જીવ ગુમાવી બેઠા હતા. કહેવામાં આવે છે કે, શેવાંગ પલજોર વાવાઝોડાને કારણે નહી પણ માઉન્ટ એવરેસ્ટ જીતવાની ઇચ્છામાં માર્યા ગયા હતા. ત્રણેય મિત્ર એક બીજાથી આગળ નીકળવાની હોડમાં હતા. એવામાં વાવાઝોડા વચ્ચે કોઇ પણ એક બીજાની મદદ કરી રહ્યુ નહતુ.
મહત્વપૂર્ણ છે કે, શેવાંગ પલજોરની કહાની તે સમયે વધુ ચર્ચામાં આવી જ્યારે અમેરિકન પર્વતારોહણ અને લેખક જૉન ક્રાકરે પોતાના પુસ્તક ઇન ટૂ થિન એરમાં તેમના વિશે લખ્યુ હતુ. તે બાદ ફિલ્મ એવરેસ્ટમાં પણ શેવાંગની કહાની બતાવવામાં આવી હતી જે બાદ તેમના કેટલાક કિસ્સા જાણીતા બન્યા હતા.