spot_img

3 વર્ષની બાળકી પર બળાત્કાર અને બાદમાં હત્યા કરનારા આરોપીને કોર્ટે માત્ર 14 દિવસમાં આપી સજા

ગાંધીનગર: રાંચરડા- સાંતેજ વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન ત્રણ માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જેમાંથી ત્રણ વર્ષની બાળકી સાથે દોષીત વિજય ઠાકોરે દુષ્કર્મ આચરીને હત્યા કરી હતી. આ કેસની સુનાવણી માત્ર 14 દિવસમાં પૂર્ણ થતા કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. આ દોષીએ ત્રણ દીકરીઓ સાથે દુષ્કર્મ કરીને હત્યા કરી હતી તેમાંથી એક ત્રણ વર્ષની દીકરી સાથેના દુષ્કર્મ અને હત્યાના કેસમાં તેને અંતિમ શ્વાસ સુધી જેલની સજા સંભળાવવામાં આવી છે. એડિશ્નલ ડિસ્ટ્રિક્ટ જજ એસ. એન. સોલંકીએ સંભળાવી આ કેસમાં સજા સંભળાવી છે. ગાંધીનગર જિલ્લાના ઇતિહાસમાં આ સૌથી ઓછા દિવસમાં ચુકાદો આપનાર કેસ બન્યો છે.

દેશના ઇતિહાસમાં સૌથી ઝડપી માત્ર 8 દિવસમાં ગાંધીનગર પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો હતો. વિજય ઠાકોરે પોલીસ સમક્ષ તમામ ગુનાની કબૂલાત કરી હતી. આ કેસની તપાસ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ પી ઝાલાને સોંપવામાં આવી હતી. જેમાં પોલીસે વિજય ઠાકોર સામે નોંધાયેલા અલગ અલગ ગુનાઓ પૈકી ત્રણ વર્ષની બાળકીની હત્યા-દુષ્કર્મ કેસમાં આઠ દિવસના રિમાન્ડ મેળવીને તેની સામે મજબુત પુરાવા મેળવ્યા હતા. જેના આધારે ધરપકડના આઠ દિવસમાં જ એટલે કે 15મી નવેમ્બરના રોજ ગાંધીનગર કોર્ટમાં 500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં 60થી વધુ સાક્ષીઓના નિવેદનો, સીસીટીવી, કોલ રેકોર્ડ ડીટેઇલના મહત્વના રિપોર્ટનો સમાવેશ થતો હતો. કોઇ ગુનો બન્યાના એક મહિનામાં જ કોઇ કેસનો ચુકાદો આવ્યો હોય તેવો આ ગાંધીનગર જિલ્લાનો પ્રથમ કેસ બન્યો છે.આરોપી વિજય પરણિત છે અને તેને પણ 6 વર્ષની દીકરી છે. સાઇકો રેપીસ્ટ મોબાઈલમાં સતત પોર્ન ફિલ્મ જોતો હતો અને તેને દેશી દારૂ પીવાની આદત હતી. પોર્ન ફિલ્મ જોયા બાદ તે બાળકીઓને ટાર્ગેટ કરતો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles