spot_img

ફિલ્મ પુષ્પા એટલી પસંદ આવી કે ક્રિકેટરે લૂક પણ પૂષ્પરાજ જેવો કર્યો

ભારતના(Indian) સ્ટાર ઓલરાઉન્ડર(All Rounder) રવિન્દ્ર જાડેજા(Ravindra Jadeja)તેની વિસ્ફોટક બેટિંગ(Batting)અને ઘાતક બોલિંગ માટે પ્રચલિત છે. જાડેજા ભારતને ઘણીવાર મુશ્કેલીમાંથી ઉગારીને મેચો એકલા હાથે મેચ જીતાડી છે. જાડેજા પોતાની સ્ટાઈલ અને લુકને(PushpaLook) લઈને સોશિયલ મીડિયા પર ખાસો ચર્ચામાં રહ્યા કરે છે. ત્યારે આજે જાડેજાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ જેનાથી દર્શકોએ પાગલ બની ગયા છે.

જાડેજાએ કયો ફોટોગ્રાફ કર્યો શેર
જાડેજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો. ફોટોમાં જાડેજા હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા-ધ રાઇઝમાં સાઉથના સુપર સ્ટાર સ્ટાર અલ્લુ અર્જુનના ડેશિંગ લૂકમાં દેખાયો. જાડેજાના આ લુકે તેના ફેંસ અને તમામ લોકોના દિલ જીતી. તસવીરમાં જાડેજા હીરોની જેમ જ બીડી પીતો દેખાઈ રહ્યો છે.

આ પહેલા રવીન્દ્ર જાડેજાને હાલમાં જ રીલિઝ થયેલી આ ફિલ્મ ‘પુષ્પા-ધ રાઇઝ’ એટલી ગમી હતી કે તેણે તેનો એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તે પુષ્પાના ફેમસ ડાયલોગ બોલતા જોવા મળે છે. જાડેજાની આ સ્ટાઇલ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

જાડેજા ખતરનાક ઓલરાઉન્ડર ક્રિકેટર છે
ગુજરાતનો રવિન્દ્ર જાડેજા ભારત તરફથી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમે છે. જાડેજા ગેમ ચેંજર ઓલરાઉન્ડર તરીકે ઓળખાય છે. આ વર્ષે આઈપીએલ માટે ચાલુ રિટેન્શનમાં ધોની કરતાં વધુ પૈસા માટે રિટેન કરવામાં આવ્યો છે. CSK ટીમના મલિક જાડેજાને લાંબા સમય સુધી ટીમમાં જાળવી રાખવા માંગે છે. જાડેજા વિસ્ફોટક બેટિંગની સાથે સાથે તેની ઘાતક બોલિંગ માટે પણ જાણીતો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles