૩૧ ડિસેમ્બરની (31 December) ઉજવણી (Celebration) અમદાવાદ (Ahmedabad) શહેરમાં જે પ્રકારે થાય છે તેવું સેલિબ્રેશન ગુજરાતના અન્ય કોઈ શહેરમાં કદાચ નહીં થતું હોય. પરંતુ આ વખતે કોરોનાના (Corona)કેસ અને ઓમિકોર્ન વેરિયન્ટના (Omicorn) વધતા કેસને જોઈને અમદાવાદ પોલીસ (Police) સતર્ક બની છે. આ વખતે પણ શહેરમાં 31 ડિસેમ્બરનું સેલિબ્રેશનમાં એટલુ ઝાકમઝોળ નહીં હોય.
આગામી દિવસમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણી પહેલા શહેર પોલીસે પેટ્રોલીંગમાં વધારો કરાશે. રાજ્ય સરકાર દ્વારા બહાર પડાયેલી ગાઈડ લાઈન પ્રમાણે રાત્રે 11:00 વાગ્યાથી રાત્રી કર્ફ્યુનો કડક અમલ કરાશે. જે કોઈપણ વ્યક્તિ બીનજરૂરી ફરતો દેખાશે તો પોલીસ તેને સવાલો કરીને પોતાના ઘરે પરત પણ મોકલશે. રાત્રિના સમયે પણ પોલીસ શહેરના વિવિધ ભાગોમાં સતત પેટ્રોલિંગ કરતી રહેશે. ખાસ કરીને રાત્રીના સમયે જ્યાં વધુ પ્રમાણમાં ભીડ એકઠી થાય છે. તે જગ્યાઓ પર પોલીસ વધુ કડક રીતે રાત્રી કરફ્યુનો અમલ કરાવશે.
31 ડિસેમ્બર નજીક હોવાથી પોલીસ drink and drive નો પણ કડક રીતે અમલ કરશે. પોલીસ રાત્રે ફરતાં લોકોને મશીન દ્વારા પણ ચેક કરી શકશે. પોલીસના રાત્રી કર્ફ્યુ અને પેટ્રોલીંગના વધારા કરવાના નિર્ણય પગલાં શહેરના રસ્તાઓ પર 13000 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં ખડે પગે રહેશે. જેઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસના નિર્ણયનો કડક અમલ કરાવશે. પોલીસ કર્મીઓ સાથે ૧૨ જેટલા ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ પોતાની હાજરી આપશે
ઉલ્લેખનીય છે કે ઓમિકોર્ન વેરિયન્ટ અને કોરોના ના કેસ છેલ્લા એક અઠવાડિયાથી સતત વધી રહ્યા છે. ગઈકાલે 27 ડિસેમ્બર ના રોજ જાહેર કરાયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં 204 કેસ નોંધાયા હતા. ઓમિકોર્ન ના કુલ 73 કેસ નોંધાયા છે.જેમાં અમદાવાદ શહેરમાં કોરોના કેસનો આંકડો 98 પોહચ્યો હતો. અને ઓમિકોર્નના કુલ 13 કેસ નોંધાયા હતા. જેના કારણે અમદાવાદ પોલીસ સતર્કતા દાખવીને કડક પેટ્રોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.