RBI imposes curbs: ભારતીય રિઝર્વ બેન્કે મહારાષ્ટ્રના અહમદનગર સ્થિત નગર અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ પર અનેક પ્રતિબંધ લગાવ્યા છે. આ પ્રતિબંધોના કારણે હવે બેન્કના ગ્રાહકો 10 હજાર રૂપિયા સુધીની રકમ જ ઉપાડી શકશે. વાસ્તવમાં બેન્કની ખરાબ આર્થિક સ્થિતિના કારણે આરબીઆઇએ આ પ્રતિબંધો લગાવ્યા છે.
આ પ્રતિબંધો છ ડિસેમ્બર 2021 સુધી લાગુ રહેશે. આરબીઆઇએ એક નિવેદનમાં કહ્યું કે તેની સમીક્ષા કરવામાં આવશે.
આરબીઆઇએ કહ્યું કે આ બેન્ક આરબીઆઇની મંજૂરી વિના કોઇ પણ લોન આપી શકશે નહીં. કોઇ રોકાણ કરી શકશે નહી. કોઇ લોન લઇ શકશે નહીં. કોઇ પણ સંપત્તિનું ટ્રાન્સફર કે ચૂકવણી કરી શકશે નહીં. આ નિર્દેશોને બેન્કિંગ લાયસન્સ રદ કરવા સંબંધિ માનવામાં આવે નહીં. નગર અર્બન કો-ઓપરેટિવ બેન્ક પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો થવા સુધીમાં પ્રતિબંધો સાથે બેન્કિંગ વ્યવસાય કરી શકશે. પરિસ્થિતિઓના આધાર પર આરબીઆઇ આ નિર્દેશોમાં ફેરફાર કરી શકે છે.