બોલિવૂડના દબંગ ખાન એવા સલમાન ખાન હાલમાં પોતાની ફિલ્મ ‘અંતિમ ધ ફાઇનલ ટ્રુથ’ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મ 26 નવેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવી છે. ત્યારે ફિલ્મના પ્રમોશન માટે સલમાન ખાન ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે સીંગીંગ રિયાલીટી શો ‘સા રે ગા મા પા’ના સેટ પર પહોંચ્યા હતા. આ શો દરમિયાન સલામાન અને તેમની ટીમે ઘણા કિસ્સાઓ દર્શકો સાથે શેર કર્યા હતા. ત્યારે આ શો દરમિયાન સલમાન ખાને ફિલ્મ ‘ તેરે નામ’ કેવી રીતે મળી હતી તેનો એક મજેદાર કિસ્સાઓ શેર કર્યા હતા.
સલમાન ખાને જણાવ્યું કે જ્યારે ‘ તેરે નામ’ ફિલ્મના પ્રોડ્યુસર સુનીલ મનચંદા મારી પાસે આવ્યા ત્યારે હું એક બીજી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો. ત્યારે તેમણે મને ફિલ્મના કીરદાર રાધે વિષે જાણકારી આપી અને જણાવ્યું કે આ ફિલ્મના કેરેક્ટર્સમાં ઘુસવા માટે મારે મુંડન કરાવવું પડશે. પરંતુ હું બીજી પણ ફિલ્મ સાથે કરી રહ્યો હતો એટલે આ કેરેક્ટર્સ માટે હું શ્યોર નહોતો. વધુમાં સલમાને જણાવ્યું કે મને હજુ યાદ છે જ્યારે મારી તબિયત સારી નહોતી છતાં બીજી ફિલ્મનો ડાયરેક્ટર મારી પાસે શૂટિંગ કરાવવા માંગતો હતો, ત્યારે હું ગુસ્સે થઇ ગયો અને વોશરૂમમાં જતો રહ્યો અને મારુ મુંડન કરી નાંખ્યુ હતું, અને ફિલ્મના પ્રોડ્યુસર સુનીલને ફોન કર્યો અને કહ્યું કે હું ફિલ્મ ‘ તેરે નામ’ કરવા માટે તૈયાર છું. સલમાને જણાવ્યું કે મારા આ નિર્ણયથી ઘણા બાધા મારી વીરુધ્ધ હતા. પરંતુ મારા મનમાં આ ફિલ્મને લઇને અલગ જ પ્રકારનો ઉત્સાહ હતો અને એટલા માટે જ મેં રાધે મોહનું કેરેકટર્સ કર્યું અને દર્શકોને તેને ખૂબ જ પસંદ પણ કર્યું હતું,
આ ફિલ્મના સાથે જોડાયેલા બીજા એક કિસ્સા વિષે વાત કરતાં સલમાને કહ્યું કે ફિલ્મના મ્યુઝીક ડાયરેક્ટર હિમેશ રેશમીયા 17 સોંગને ફિલ્મમાં રાખવા ઇચ્છા હતા. પરંતુ ફિલ્મની મર્યાદાના કારણે માત્ર સાત જ સોંગ ફિલ્મમાં સમાવેશ કરવામાં આવ્યા હતા અને આ તમામ સોંગ સુપર ડુપ્પર હિટ રહ્યા હતા.