spot_img

34 હજારમાં વેચાઇ કંગના અને આર્યનની જોડી, તો વેક્સિનના મળ્યા 14 હજાર

દેશભરમાં પ્રસિદ્ધ ગદર્ભનો મેળો ઉજ્જૈન ખાતે આવેલા કાર્તિક ગ્રાઉન્ડમાં ભરાયો હતો.  આ મેળામાં મધ્યપ્રદેશના લાખો ઘોડા અને ગદર્ભ વેચાવા માટે લાવવામાં આવ્યા હતા. આ સમગ્ર મેળામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર કંગના અને આર્યનની જોડી હતી. આ કંગના અને આર્યનની જોડીની કિંમત રૂપિયા 34 હજારથી વધુની લગાવવામાં આવી હતી. આ સાથે જ કોરોનાની વેક્સિન લેવામાં હજી લોકો નિરસતા દાખવે છે, તેવા લોકોમાં વેક્સિન માટે જાગૃતી લાવવા માટે ગદર્ભનું નામ વેક્સિન રાખવામાં આવ્યું છે. આ વેક્સિન નામના ગદર્ભની કિંમત રૂપિયા 14 હજાર લગવવામાં આવી હતી.

આ મેળાના આયોજકે જણાવ્યું હતું કે ઘોડા કે ગદર્ભનું નામ વ્યક્તિ કે પછી કોઇ અનોખી રીતે રાખવામાં આવ્યું હોય તો લોકોનું ધ્યાન વધારે ખેંચાય છે, લોકો આ પ્રકારના નામની જોડીની ખરીદીમાં વધુ કિંમત પણ આપતા હોય છે. આ વખતે સૌથી વધારે કંગના અને આર્યનની જોડીને 34 હજારમાં વેચવામાં આવી તો ઘોડામાં ભૂરી નામના ઘોડીને બે લાખમાં સૌથી વધારે કિંમતમાં વેચવમાં આવ્યો છે. સાથે જ આયોજકનું કહેવું છે કે દર વર્ષની જેમ આ વર્ષે ઘણા ઓછા લોકોએ ભાગ લીધો છે, કેમ કે કોરોનાની અસર આ મેળા પર પણ દેખાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે ગદર્ભના જાણકારો તેની ખરીદી પહેલાં તેના દાંતને જોઇને ખરીદતા હોય છે, સાથે જ તેની ઉંમર જેટલી ઓછી એટલા રૂપિયા વધારે મળતા હોય છે. ગદર્ભની ઉંમર ચારથી પાંચ વર્ષની હોય છે, ત્યારબાદ તે વૃધ્ધ થઇ જાય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles