spot_img

ખેડૂત દાદાએ હેલિકોપ્ટરમાં પૌત્રીનો ગૃહપ્રવેશ કરાવ્યો

મહારાષ્ટ્રના પૂનાના બાલેવાડી વિસ્તારમાં રહેનારા બાલવડકર પરિવારે આજના આ જમાનામાં એવું કામ કર્યુ છે જે અચ્છા અચ્છા લોકો પણ નથી કરી શક્તા. ખેતી કરીને પોતાનું જીવન જીવતા બાલવડરને જ્યારે એ વાતની જાણ થઈ કે તેમના પરિવારમાં એક દિકરીનો જન્મ થયો છે તેમની ખુશીનો પાર ન રહ્યો તેઓ એટલા ખુશ થઈ ગયા તે પૌત્રીને પોતાના ઘરમાં લાવવા માટે તેમણે હેલિકોપ્ટર મોકલી દીધુ. દાદા પૌત્રીના જન્મથી એટલા ખુશ હતા કે હેલિકોપ્ટર જેવુ ગામમાં પ્રવેશ્યુ તો હેલિકોપ્ટથી જ ગામના ત્રણ ચક્કર લગાવ્યા. પરિવાર જેનો પૌત્રીને લઈને જમીન પર ઉતર્યુ તો જોરદાર સ્વાગત કરાયુ.

એલન મસ્કના સનકી બાદશાહ જેવા વિચારો લોકોને કોકેઈનના રવાડે ચઢાવશે? 

સોશ્યલ મીડિયા પર અત્યારે આ વીડિયો સખત વાયરલ થઈ રહ્યો છે જેમાં દેખાય છે જે પુત્ર અને પુત્રવધુ જેવી પોતાની દિકરીને લઈને જમીન પર ઉતર્યા તો તેમનુ સ્વાગત આરતી કરીને કરવામાં આવ્યુ. દિકરીનું નામ કૃષિકા રાખવામાં આવ્યુ. દાદાનું માનવું છે કે આપના ઘરમાં દિકરીનો જન્મ થાય તો તેનું સ્વાગત ઉષ્માભેર કરો. આજ કાલ આવા દિકરી દિકરાનો ભેદભાદ સામે આવે છે. હુ તે ભેદભાવમાં માનતો નથી. દિકરીના જન્મ પર પણ ઉષ્મા ભેર સ્વાગત કરવામાં આવે તો સમાજમાં અલગ અને નવુ વાતાવરણ ઉભુ થશે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીમે એવી ભુલ કરી કે દર્શકોની જાહેરમાં માગવી પડી માફી

દિકરીના માતા પિતા પણ આ પ્રકારના ઉષ્માભેર સ્વાગતની ખુબ જ ખુશ છે. અમારા સૌ કોઈની ઈચ્છા હતી કે એક દિકરી થાય તો આજે ભગવાને અમારી એ પણ ઈચ્છા પુર્ણ કરી દીધી છે. અજિત જેવા લોકો આજે સમાજ અને એવા લોકો માટે સારૂ ઉદાહરણ છે જેઓ આજે પણ દિકરા અને દિકરી વચ્ચે ભેદભાવની વિચાસરણી રાખતા હોય છે.
ખેડૂતો માટે રાહતના સમાચાર NPK ખાતરની સબસીડિ માટે 3789 કરોડ વધારો કરાયો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles