વલસાડથી રાજ્યકક્ષાની અન્ડર-19 જૂડો (Judo) સ્પર્ધામાં રમીને રાજકોટ આવી રહેલા 14 ખેલાડીઓ અને કોચ સાથે આખી ટીમનો બગોદરા પાસે ગંભીર અકસ્માત (Accident) નડ્યો હતો. જેમાં બે ખેલાડી અને એક કોચનું નિધન થતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.વ્યાપી જવા પામી હતી.
ટુર્નામેંટ ધોળકીયા ઉપરાંત એસ.એન.કે., ન્યુએરા, જસાણી સહિતની સ્કૂલના વિદ્યાર્થીઓની એક ટીમ વલસાડ પહોંચી હતી. બે દિવસ સુધી ટૂર્નામેન્ટ ચાલ્યા બાદ તે રમીને પરત તુફાન જીપ મારફતે રાજકોટ પરત ફરી રહી હતી ત્યારે બગોદરા પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો અને તેમાં રાજકોટના હર્ષ ભાર્ગવભાઈ પઢીયાર (જુડો ખેલાડી) અને વિશાલ મુકેશ ઝરીયા (કોચ) તેમજ ઈશુની બોખરીયા (જુડો ખેલાડી)ના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા.
ગંભીર અકસ્માતમાં 10 ખેલાડી અને અન્ય એક કોચને ઈજાઓ થતાં અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં અત્યારે બે ખેલાડીઓની તબિયત હજી પણ અત્યંત ગંભીર હોવાની માહિતી મળી રહી છે. બીજી બાજુ ગઈકાલે સાંજે રાજકોટની જસાણી સ્કૂલમાં અભ્યાસ કરતાં અને કોંગ્રેસ સોશિયલ મીડિયા કો-ઓર્ડિનેટર ભાર્ગવ પઢિયારના પુત્ર હર્ષ પઢીયાર અને કોચ વિશાલ મુકેશ ઝરીયાના મૃતદેહ આવી પહોંચ્યા હતા.
કોચ અને પ્લેયરની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. જ્યાં પરિવારજનો અને સ્નેહીજનો ભારે રૂદન કરતાં કરુણાંતિકા સર્જાઈ ગઈ હતી. રાજકોટની ધોળકીયા સ્કૂલમાં અભ્યાસ કરતી પોરબંદરની ખેલાડી ઈશુની બોખીરીયાનો મૃતદેહને વતન પોરબંદર મોકલવામાં આવ્યો હતો. તેના વતનમાં પણ તેની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.