ગુજરાતમાં એમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે. દક્ષિણ આફ્રિકાથી જામનગર આવેલા 72 વર્ષના વૃધ્ધનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. વૃદ્ધાનો કેસ ઓમિક્રોન વેરિઅન્ટનો શંકાસ્પદ જણાતા તેમના સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં તપાસમાં તેઓ ઓમિક્રોનથી સંક્રમિત થયાનો ખુલાસો થયો હતો.
જામનગરમાં આજે ઘાતક ગણાતા નવા ઓમિક્રોન વેરિયંટનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આ દર્દીને અઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. નવા વેરિઅન્ટની ભારતમાં એન્ટ્રી થઇ ચુકી છે ત્યારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરવતા દર્દીના રીપોર્ટ પર સવિશેષ નજર રાખવામાં આવી રહી છે.