ચેન્નઇ સુપર કિંગ્સ શુક્રવારે કોલકત્તા નાઇટ રાઇડર્સને હરાવીને ચોથી વખત ચેમ્પિયન બન્યું હતું. મેચ બાદ મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું હતું કે મે હજુ સુધી ચેન્નઇની ટીમ છોડી નથી. ધોનીના આ નિવેદન બાદ આશા જાગી છે કે ચેન્નઇ તરફથી ધોની વધુ એક સીઝન રમી શકે છે. ચેન્નઇના અધિકારીઓએ કહ્યું હતું કે આગામી સીઝનમાં પણ ધોની સીએકે તરફથી રમતો જોવા મળી શકે છે કારણ કે ટીમ તેને મેગા આઇપીએલ ઓક્શનમાં રિટેન કરશે.
ન્યૂઝ એજન્સી એએનઆઇના અહેવાલ અનુસાર સીએકે મેનેજમેન્ટમાં ધોનીને રિટેન કરવાની પુષ્ટી કરી છે. એએનઆઇ સાથે વાત કરતી સીએસકેના એક અધિકારીએ કહ્યું કે તે રિટેશન કાર્ડનો ઉપયોગ કેપ્ટનને રિટેન કરવા માટે કરશે. આ એક ફેક્ટ છે. ધોની આગામી વર્ષે સીએસકે તરફથી રમતો જોવા મળશે.