પોતાના કામમાં વ્યસ્તતાના કારણે ઘણાં માતાપિતા પોતાના નાના બાળકોને રમવા માટે મોબાઈલ આપી દે છે. બાળકો મોબાઈલમાં શુ કરે છે તેની તસ્દી પણ લેવાતી નથી. જે કારણે મોબાઈલ જોવાની ટેવ ધીમેધીમે કુટેવમાં ક્યારે બદલાઈ જાય છે કોઈને ખ્યાલ પણ નથી આવતો. પરંતુ આ કિસ્સો કુટેવથી પણ આગળ વધ્યો મોબાઈલ જોઈને બાળકે પોતાની જાતને ફાંસી લગાવી દીધી.
પુનાની પાસે આવેલા પિંપરી ચિંચવડમાં એકહ્રદય દ્વાવક ઘટના સામે આવી છે. જ્યાં ફક્ત 8 વર્ષના બાળકે મોબાઈલ ફોન પર હોરર ફિલ્મ જોઈ અને ફિલ્મના સીનને રીક્રીએટ કરવાની કોશિશમાં પોતાની જાતને ફાંસી લગાવી દીધી. ખાસ વસ્તુએવી છે કે બાળકે પહેલાં પોતાની ઢિંગલીને ફાંસી આપી અને પછી તેવી જ રીતે પોતાની જાતને ફાંસી લગાવી દીધી.
સોમવારની સાંજે ઘટના પિપરી ચિંચવાડના થેરગાંવમાં બની હતી. ઘટના સમયે બાળકની માતા રસોડામાં કામ કરી રહી હતી. ભાઈ અને બહેન ભણી રહ્યા હતા. બાળક ક રૂમમાં એકલો મોબાઈલમાં હોરર ફિલ્મ જોઈ રહ્યો હતો. ફિલ્મ જોયા બાદ બાળક પોતાની બહેનની રૂમમાંથી એક ઢિંલગી લઈ આવ્યો. તેના ચહેરા પર કાળુ કપડુ મુકી તેને લટકાવી દીધી. બાદમાં તેણે બારી પાસે લગાવેલી દોરીને પોતાના ગળામાં બાંધી અને બેડ પરથી કુદી પડ્યો. દોરી નાની હતી એટલે બાળકના પગ બેડની નીચે સુધી ન પહોચી શક્યા અને દમ ઘુટવાના કારણે સ્થળ પર જ તેનુ મોત થઈ ગયુ
ઉલ્લેખનીય છે કે મોબાઈલ આપી દેતા માતાપિતા માટે આ કિસ્સો ખતરાની ઘંટી સમાન કહી શકાય. કારણ કે કામમાં વ્યસ્તતાના કારણે બાળકોને મોબાઈલ આપી દેવાથી બે ઘડી આપને શાંતિ મળશે પરંતુ બાળકની માનસિક્તા પર તેની લાંબા ગાળાની અસર થશે.