ભારતમાં દેવી-દેવતાઓને વિશેષ રીતે પૂજવામાં આવે છે. કેટલાક મંદિરમાં મૂર્તિઓને સારી રીતે સજાવવામાં આવે છે અને તેમની પુરા વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. ભિંડ જિલ્લાના ફૂપ વિસ્તારમાં એક એવુ પણ મંદિર છે જ્યા જીવિત દેવીની પૂજા કરવામાં આવે છે. જી હાં..આ મંદિરમાં કોઇ મૂર્તિની નહી પણ જીવંત દેવી માતા વિરાજમાન છે અને આ મંદિરને ‘લલિતા દેવીજી’ના નામથી ઓળખવામાં આવે છે.
ભિંડ જિલ્લાના ફૂપ વિસ્તારમાં ચંબલની ખીણમાં રાની પુરા ગામમાં ‘બિટિયા દેવીજી’નું મંદિર જાણીતુ છે. આ ગામમાં 24 વર્ષ પહેલા કિશોરીએ વૈરાગ્ય ધારણ કરી લીધુ હતુ જે બાદથી ગામ અને આસપાસના વિસ્તારના લોકો તેને દેવીની જેમ પૂજે છે અને ભોગ લગાવે છે. લલિતા નામની યુવતીએ માત્ર 8 વર્ષની ઉંમરમાં ખુદને ભગવાનને સમર્પિત કરી દીધી હતી.
કહેવામાં આવી રહ્યુ છે કે લલિતાએ રાનીપુર ગામમાં એક મંદિરમાં રહેવાનું શરૂ કર્યુ હતુ, તે બાદથી તે ખુદને આ મંદિરમાં બંધ કરી લીધી અને કેટલાક કલાક સુધી સ્મરણ કરવા લાગી હતી. જે બાદ ગામમાં રહેતા લોકોએ મળીને તેની માટે એક મંદિર બનાવી દીધુ અને પૂજા કરવા લાગ્યા હતા. 24 વર્ષ બાદ પણ લોકો લલિતા દેવીની પૂજા કરે છે અને હજારોની સંખ્યામાં લોકો ભેટ ચઢાવવા આવે છે.
વર્ષ 1997થી લલિતા દેવીનું મંદિર બનેલુ છે. નવરાત્રિના સમયમાં આ ગામમાં વધુ ધૂમ જોવા મળે છે અને કેટલાક લોકો દેવીના દર્શન કરવા માટે અહી આવે છે. લલિતા દેવીના માતા-પિતા આ વિશે કઇ બોલતા નથી. કહે છે કે જ્યારે લલિતા નાની હતી ત્યારે પરિવારે તેને ઘણો સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે માની નહતી. તેના મનમાં ભગવાનને લઇને વધુ આસ્થા હતી જે બાદ પરિવારે પણ તેને ટોકવાનું બંધ કરી દીધુ હતુ. કહેવામાં આવે છે કે લલિતા નાની ઉંમરમાં નિર્જલા વ્રત કરવા લાગી હતી અને મંદિરમાં પોતાનો આખો દિવસ વિતાવવા લાગી હતી પછી ગ્રામજનોએ નક્કી કરી લીધુ કે તેની માટે ધાર્મિક સ્થળ બનાવશે. તે બાદ પરિવારના લોકોએ પોતાની જમીન પર લલિતા દેવીનું મંદિર બનાવડાવ્યુ હતુ અને 24 વર્ષથી તે અહી વિરાજમાન છે.