અત્યારે સમય એવો આવી ગયો છે કે, સંબંધોની મજબૂતાઈને પણ કળીયુગ અડી ગયો હોય તેવું લાગી રહ્યું છે. બે વ્યક્તિ વચ્ચેના સંબંધમાં, જ્યારે એક વ્યક્તિને પોતાના પ્રીયપાત્ર પાસેથી દગો મળે છે ત્યારે કેટલાક લોકો તૂટી જાય છે અને ન કરવાનું કરી બેસે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જે લોકો મનમાં વેર રાખીને ખૂબ જ ખરાબ રીતે બદલો લેવાના આયોજનો કરતા હોય છે.
આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં એક યુવતીને પોતાના બોયફ્રેન્ડ પાસેથી દગો મળ્યો હતો. આ યુવતી ટીકટોકર છે. તેણીને થોડા સમય પહેલા જ તેણીને ખબર પડી કે, તેનો બોયફ્રેન્ડ બીજી કોઈ છોકરી સાથે રીલેશનમાં છે અને તેને દગો આપી રહ્યો છે. બસ આ જ વાત તેણીને ખટકી અને પોતાના જ પ્રેમીને પાઠ ભણાવવાનો એક ખતરનાક રસ્તો આ યુવતીએ શોધી નાંખ્યો. યુવતીએ પોતાની આ સ્ટોરી સોશિયલ મીડિયા પર લોકોની સાથે શેર કરી છે.
આ યુવતીએ પોતે પ્રેગ્નેટ ન હોવા છતાંય પ્રેગ્નેટ હોવાનું નાટક શરૂ કર્યું. આ નાટક, નાટક ન લાગે પરંતુ સત્ય લાગે એટલે તેણીએ કેટલાક કપડાઓનો ઉપયોગ કરીને બેબી બંપ પણ બનાવ્યું અને પછી તેનો ફોટો પોતાના બોયફ્રેન્ડને મોકલીને કહ્યું કે, હું પ્રેગ્નેટ છું. જો કે, બાદમાં આગળ બંન્ને વચ્ચે શું થયું, તે અંગે યુવતીએ કોઈ સ્પષ્ટતા નથી કરી. પરંતુ જે કંઈપણ થયું તેના વિશે જાણીને નેટીજન્સ અત્યારે ચોંકી ગયા છે.
યુવતીએ પોતેજ ટિકટોક પર વિડીયો શેર કરીને આ મામલે જાણકારી આપી અને લખ્યું કે, જો મારો બોયફ્રેન્ડ મારી સાથે આટલું ખોટું કરી શકે તો, તેની સાથે તો બદલો લેવો જ જોઈએ. યુવતીની આ કરતૂત પર અનેક લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રીયાઓ આપી રહ્યા છે. લોકોએ યુવતીની પોસ્ટ પર ખૂબ જ ગજબની કમેન્ટ્સ લખી છે. કોઈએ કહ્યું કે, આઈડિયા એકદમ ખોટો હતો, આવું ન કરાય. તો એક વ્યક્તિએ એમ પણ લખ્યું કે, દગાખોર બોયફ્રેન્ડને આ જ રીતે પાઠ ભણાવવો જોઈએ. ટૂંકમાં લોકો આ મામલે પોતાના મત અનુસાર અલગ-અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયાની દુનિયામાં આ કિસ્સાને ગમે તે દ્રષ્ટીએ જોવાતો હોય, પરંતુ એક વાતતો સત્ય છે કે ક્યારેય કોઈની સાથે દગો ન કરવો જોઈએ. બીજી સૌથી મોટી વાત એ છે કે, સોશિયલ મીડિયા પર આ પ્રકારના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહેતા હોય છે. આજની યંગ જનરેશને આમાંથી પ્રેરણા લઈને પોતાના જીવનમાં આને લાગુ કરવાની જગ્યાએ, આમાંથી સારી શિખ મેળવીને જીવનને સુગંધીત બનાવવું જોઈએ.