spot_img

ચારધામની યાત્રા પહેલાં યાત્રાળુઓએ રજીસ્ટ્રેશન કરાવવુ સરકારે ફરજિયાત કર્યુ

દરેક વ્યક્તિને એક દિવસ ચારધામની યાત્રા કરવાની તીવ્ર ઈચ્છા હોય છે. એટલે ચારધામની યાત્રા ચાલુ થાય એટલે તમામ ઘાર્મિક વ્યક્તિઓ યાત્રા માટે નિકળી પડે છે. જો કે આ વખતે ચારધામ યાત્રિકોની વધતી સંખ્યાને ધ્યાને રાખીને સરકાર હવે કડક બની ગઈ છે. હવે રજીસ્ટ્રેશન વગર કોઈપણ યાત્રિક ચારધામની યાત્રા નહી કરી શકે. ઉત્તરાખંડના રહેવાસીઓ માટે પણ આ નિયમ લાગુ રહેશે.

રજીસ્ટ્રેશનની તપાસ યાત્રા માર્ગ પર ચાલુ કરાયેલી વિવિધ ચોકીઓ પર કરવામાં આવશે. વધતી જતાં યાત્રિકોની સંખ્યાને ધ્યાને રાખીને સરકારે રજીસ્ટ્રેશનની સંખ્યા પણ એક એક હજાર યાત્રિકો સુધી વધારી કાઢી છે. કેદારનાથ ધાનમાં શ્રદ્ઘાળુઓને દર્શન કરવા માટે પણ પાંચ પાંચ કલાકનો વધારો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. સવારે ચાર વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી અને ફરીથી સાંજે ચાર વાગ્યાથી રાત્રે 10.30 વાગ્યા સુધી બાબા કેદારનાથના દર્શન શ્રદ્ધાળુઓ કરી શકશે.

ઉત્તરાખંડના સીએમના દેશ વિદેશથી આવતા તમામ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે જ્યાં સુધી તેમને ઉપરથી યાત્રા શરુ કરવાની અનુમતી મળે ત્યારે જ યાત્રા શરૂ કરશો. પ્રદેશમાં ત્રણ મેથી ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખુલી ગયા બાદ ચારધામ યાત્રાની શરૂઆત કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી ચારધામ યાત્રા બંધ હતી. આ વખતે યાત્રાની શરૂઆત થતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

શ્રદ્ધાળુઓએ પર્યટન વિભાગની વેબસાઈટ https://registrationandtouristcare.uk.gov.in/ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અત્યારે 18 જગ્યાઓ પર ઓફલાઈન અને ઓન લાઈન રજીસ્ટ્રેશન થઈ રહ્યુ છે. જેઓ ચારધામની યાત્રા માટે નિકળ્યા છે અથવા તો નિકળવાના છે તેઓ આ વેબસાઈટ પર પહેલાંથી જ રજીસ્ટ્રેશન ખાસ કરાવી લે જેથી કરીને યાત્રા શરૂ કરવા માટે રાહ જોવી ન પડે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles