પોતાના પરિવાર સાથે હોટલમાં જમવા જનારો વ્યક્તિ ક્યારે પણ જમીને બીલ તરફ ઝાઝુ ધ્યાન આપતો નથી. હોટલ સંચાલકો જે બીલ આપે છે તેને ચુકતે કરીને પરિવારનો વ્યક્તિઓ ખુશી ખુશી પોતાના ઘરે રવાના થઈ જાય છે. ક્યારે પણ બીલમાં બારીકાઈથી જોતો નથી. હોટલે કઈ કઈ વસ્તઓના ટેક્સ લીધા છે ટેક્સ લીધા છે કે પછી સર્વિસ ચાર્જ લીધા છે. બસ સર્વિસ ચાર્જ અને સર્વિસ ટેક્સ બંન્ને વચ્ચેની ભેદ રખાને ન સમજતાં ગ્રાહક છેલ્લે છેતરાઈ જાય છે.
ગ્રાહકો સાથે આ પ્રકારની છેતરપિંડી ન થાય એટલા માટે સરકાર હવે મોટું પગલું ભરવાનું વિચારણા કરી રહી છે. જેમાં સર્વિસ શુલ્કના નામે પૈસા પડાવતી હોટલો પર કડક પગલાં લેવાશે.સરકાર આગામી સમયમાં ગ્રાહકો પાસેથી સેવા શુલ્કના નામે પૈસા લેતી હોટલોને રોકવા માટે કાયદો લાવશે. કાયદો લાવવાનું કારણે છે હોટલમાં સર્વિસ ચાર્જ લેવો એ સંપૂર્ણ રીતે ગેરકાયદે છે. તો બીજી તરફ હોટલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો આ સર્વિસ ચાર્જને કાયદાકીય રીતે ખોટો નથી તેવું કહી રહ્યા છે.
આજે યોજાયેલી સરકાર અને હોટલ સંચાલકો વચ્ચે યોજાયેલી બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી. હોટલ સંચાલકોએ ચર્ચામાં જણાવ્યુ હતુ કે સર્વિસ ટેક્સ લેવો એ ગેરકાયદે નથી. જો કે સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી કે લોકો સેવા શુલ્ક અને સેવા કર વચ્ચે ભ્રમિત થઈ જાય છે. કેન્દ્ર સરકરા તરફથી જાણકારી આપવામાં આવી છે કે આ પ્રકારની સમસ્યા દુર કરવા માટે કેંદ્ર સરકાર આગામી સમયમાં કાયદો બનાવાનું વિચાર કરી રહી છે.